પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ડીઝલમાં કોઇ ફેરફાર નહી
ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે ઘરેલૂ બજારમાં શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો. તો બીજી તરફ ડીઝલના ભાવ એક દિવસ તૂટ્યા બાદ શુક્રવારે સ્થિર રહ્યા. આ પહેલાં ગુરૂવારે સવારે પણ પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. દિલ્હીમાં શુક્રવારે સવારે પેટ્રોલના ભાવ 6 પૈસા પ્રતિ લીટરના ઘટાડાબદ 73.29 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નહી અને તેના ભાવ 66.18 રૂપિયા પ્રતિ લીટરના જૂના સ્તર પર યથાવત રહ્યા.
નવી દિલ્હી: ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે ઘરેલૂ બજારમાં શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો. તો બીજી તરફ ડીઝલના ભાવ એક દિવસ તૂટ્યા બાદ શુક્રવારે સ્થિર રહ્યા. આ પહેલાં ગુરૂવારે સવારે પણ પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. દિલ્હીમાં શુક્રવારે સવારે પેટ્રોલના ભાવ 6 પૈસા પ્રતિ લીટરના ઘટાડાબદ 73.29 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નહી અને તેના ભાવ 66.18 રૂપિયા પ્રતિ લીટરના જૂના સ્તર પર યથાવત રહ્યા.
મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
કલકત્તામાં પેટ્રોલના ભાવમાં 2 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો. પરંતુ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નહી. શુક્રવારે સવારે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 73.29 રૂપિયા, 75.83 રૂપિયા, 78.90 રૂપિયા અને 76.13 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ જૂન સ્તર પર ક્રમશ: 66.18 રૂપિયા અને 69.37 રૂપિયા અને 69.91 રૂપિયા પ્રતિ લીટર પર છે.
સાત મહીનાથી હાઇ પર પેટ્રોલ
અત્રે ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધીના સૌથી ઉપરના સ્તર પર ચાલી રહ્યા છે. આ પહેલાં 29 નવેમ્બર 2018ને રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 73.24 રૂપિયા પ્રતિ લીટર હતો. તો બીજી તરફ 28 નવેમ્બરના રોજ પેટ્રોલનો ભાવ 73.57 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતો. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રૂડ 56.02 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 63.11 ડોલર પ્રતિ બેરલના સ્તર પર હતા.