પેટ્રોલ દરમાં રાહત ચાલુ, ડીઝલના ભાવમાં બીજા દિવસે નરમાઈ
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ચાલી રહેલી નરમાઈની વચ્ચે ઘરેલૂ બજારમાં બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે પણ રાહત જોવા મળી રહી છે. મંગળવાર અને બુધવારના પેટ્રોલ તેમજ ડીઝલના દર જુના સ્તર પર જ બની રહ્યા છે
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ચાલી રહેલી નરમાઈની વચ્ચે ઘરેલૂ બજારમાં બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે પણ રાહત જોવા મળી રહી છે. મંગળવાર અને બુધવારના પેટ્રોલ તેમજ ડીઝલના દર જુના સ્તર પર જ બની રહ્યા છે. તે પહેલા સતત ત્રણ દિવસ પેટ્રોલના દરમાં 7 પૈસાથી લઇને 8 પૈસા સુધી અને ડીઝલમાં પણ ત્રણ દિવસ તેજી આવી હતી. દિલ્હીમાં બુધવારે પેટ્રોલ જૂના સ્તર પર 72.07 રૂપિયા પ્રતિ લિટર યથાવત રહ્યું હતું, ત્યારે ડીઝલ 65.35 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર જોવા મળ્યું હતું.
આ પણ વાંચો:- 7th Pay Commission: રેલવે કર્મચારીઓનો પગાર તફાવત થશે દૂર, મળશે સમાન વેતન... જાણો
તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ
બુધવાર સવારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રલનો ભાવ ક્રમશ: 77.77 રૂપિયા, 77.73 રૂપિયા અને 74.87 રૂપિયા પ્રતિ લિટરના સ્તર યથાવત છે. આ પ્રકારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં ડીઝલ ક્રમશ: 67.73 રૂપિયા, 68.51 રૂપિયા અને 69.05 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.
આ પણ વાંચો:-10 હજાર કર્મચારીઓની છટણીની તૈયારીમાં Parle-G, વેચાણ ઘટવાથી મુશ્કેલીમાં કંપની
જાણકારોને આશા છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થઇ શકે છે. ઇન્ટરનેસનલ લેવલ પર WTI ક્રુડ 55.46 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહ્યું છે.
જુઓ Live TV:-