નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાનો ફાયદો ઘરેલૂ બજારમાં પણ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાનો સિલસિલો શુક્રવારે પણ યથાવત રહ્યો. શુક્રવારે પેટ્રોલમાં 37 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 41 પૈસા પ્રતિ લિટરનો ભાવઘટાડો નોંધાયો છે. પેટ્રોલનો ભાવ ઘટીને 70 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યા છે. મહત્વનું છે કે છેલ્લાં 15 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. સતત ભાવ ઘટતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં 41 પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલમાં 37 પૈસા પ્રતિ લિટરનો ભાવઘટાડો નોંધાયો હતો. આ જ પ્રકારે શુક્રવારેના ભાવ 72.87 પ્રતિ લિટર રહ્યો અને ડીઝલનો ભાવ 67.72 ના સ્તર પર પહોંચી ગયો. આ પ્રકારે ગત અઠવાડિયે પેટ્રોલના ભાવમાં 9.96 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.97 રૂપિયાનો ઘટાડો થયો છે.

ઔષધિઓની ખેતી કરી કરોડોની કમાણી કરે છે આ ખેડૂત, દુનિયાભરમાં વગાડ્યો ડંકો


27 માર્ચના રોજ 72.90 રૂપિયા હતો ભાવ
પેટ્રોલની પ્રતિ લિટર આ કિંમત ગત 8 મહિનામાં સૌથી ઓછી છે. આ પહેલાં 27 માર્ચ 2018ના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.90 રૂપિયા પ્રતિ લિટર હતી. તો બીજી તરફ 27 માર્ચના રોજ કલકત્તામાં પેટ્રોલ 75.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું હતું. આ પ્રકારે ડીઝલના ભાવ આ સ્તરે ચાર મહિના બાદ આવ્યા છે. 30 જુલાઇ 2018ના રોજ દિલ્હીમાં ડીઝલ 67.75 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું હતું. જો કે 4 મહિના બાદ શુક્રવારે (30 નવેમ્બર)ના રોજ 67.72 રૂપિયા પ્રતિ લિટરના સ્તર પર પહોંચી ગયું. તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતાં ઘરેલૂ બજારમાં પણ ઇંઘણના ભાવમાં ઘટાડો થયો છે. 


દોઢ મહિનામાં લગભગ 10 મહિનામાં લગભગ 10 રૂપિયાનો ઘટાડો
બીજી તરફ ઇન્ડિયન ઓઇલે આ રિપોર્ટ ફગાવી કાઢ્યો છે કે ઘરેલૂ બજારમાં એલપીજીના ભાવ ટૂંક સમયમાં 1,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત ઘટાડાને જોતાં કંપની ગત દોઢ મહિનાથી ઘરેલૂ બજારમાં ઇંધણના ભાવ સતત ઘટાડી રહી છે. દિલ્હીમાં 18 ઓક્ટોબરથી લઇને અત્યાર સુધી 9.96 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ડિઝલના ભાવમાં 7.97 રૂપિયાનો પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. 


દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલના ભાવ 72.87 રૂપિયા લિટર છે જે 17 ઓક્ટોબરના રોજ 82.83 રૂપિયા લિટર હતું. તો બીજી તરફ ડિઝલના ભાવ 67.72 રૂપિયા લીટર પર આવી ગયા છે જે 17 ઓક્ટોબરના રોજ 75.69 રૂપિયા લીટર પર પહોંચી ગયું હતું. કંપનીના અનુસાર પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડાની આસર દેશના બીજા ભાગમાં પણ પડી રહી છે. ઘરેલૂ રસોઇ ગેસ (એલપીજી)ના મુદ્દા પર કંપનીએ કહ્યું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઓછા થતાં આગામી દિવસોમાં ભાવ નીચે આવી શકે છે. દિલ્હીમાં હાલ સબસિડીવાળા રસોઇ ગેસ (એલપીજી સિલિન્ડર)નો ભાવ 507 રૂપિયા જ્યારે સબસિડી વિનાના સિલિન્ડરનો ભાવ 942 રૂપિયા છે.