બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ઉછાળો, આ રહ્યો આજનો ભાવ
આ સાથે જ દિલ્હીમાં સોમવારે પેટ્રોલ 74.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. ડીઝલમાં પણ 9 પૈસા વધીને 67.33 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 77.10 રૂપિયા, 80.08 રૂપિયા અને 77.37 રૂપિયાના સ્તર પર રહ્યું હતું.
નવી દિલ્હી; પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price)ની કિંમતમાં બે દિવસથી ચાલી રહેલી નરમાઇનો દૌર સોમવારે તૂટી ગયો અને ભાવમાં ફરી તેજી નોંધાઇ હતી. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ગત થોડા દિવસો પહેલાં થયેલા ડ્રોન હુમલા બાદ એશિયાઇ બજાર સાથે ઘરેલૂ બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. સોમવારે સવારે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી. સોમવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9-9 પૈસાની તેજી આવી હતી.
આ સાથે જ દિલ્હીમાં સોમવારે પેટ્રોલ 74.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. ડીઝલમાં પણ 9 પૈસા વધીને 67.33 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 77.10 રૂપિયા, 80.08 રૂપિયા અને 77.37 રૂપિયાના સ્તર પર રહ્યું હતું. તો બીજી તરફ ડીઝલન ભાવમાં ક્રમશ: 69.75 રૂપિયા, 70.64 રૂપિયા અને 71.20 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડના ભાવમાં સ્થિરતા જળવાઇ રહેવાની આશા છે.
સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લીટરની જોવા મળી અને ડીઝલ પણ દોઢ રૂપિયો મોંઘુ થયું છે. સોમવારે સવારે બ્રેંટ ક્રૂડ 61.21 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 56.09 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.