નવી દિલ્હી: ઓઇલ કંપની સાઉદી અરામકો પર ડ્રોન હુમલાના લગભગ 25 દિવસ બાદ સતત બીજા દિવસે ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price) ના ભાવમાં ઘટાડો આવ્યો છે. 25 દિવસ બાદ પહેલીવાર ઘટાડો ગુરૂવારે આવ્યો હતો, ત્યારબાદ ઘટાડાનો દૌર શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 18 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતો. આ પહેલાં ગત 25 દિવસોમાં પેટ્રોલમાં લગભગ 3 રૂપિયાની તેજી આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રહ્યો આજનો ભાવ 
દિલ્હીમાં શુક્રવારે સવારે પેટ્રોલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલ 74.33 અને ડીઝલ 67.35 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે.કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ક્રમશ: 76.96 રૂપિયા, 79.93 રૂપિયા અને 77.22 રૂપિયાના સ્તર પર રહ્યું હતું. તો બીજી તરફ ડીઝલન ભાવમાં ક્રમશ: 69.71 રૂપિયા, 70.61 રૂપિયા અને 71.16 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું. 


ક્રુડ ઓઇલમાં પણ ઘટાડો
સાઉદી અરામકો પર હુમલા બાદ પેટ્રોલના ભાવમાં લગભગ 3 રૂપિયા પ્રતિ લીટરની તેજી આવી હતી. તો બીજી તરફ ડીઝલના ભાવમાં દોઢ રૂપિયો મોંઘુ થયું હતું. જાણકારોને આશા છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ રહેશે. શુક્રવારે સવારે બ્રેંટ ક્રૂડ 57.2 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 52.69 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.