નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price)ના ભાવમાં છેલ્લા છ દિવસથી થઇ રહેલા ઘટાડા પર આજે (બુધવાર) વિરામ લીધો છે. ગત મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે તેજી બાદ ઓક્ટોબરની શરૂઆતમાં કિંમતમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. 3 ઓક્ટોબરથી શરૂ થયેલા ઘટાડાના આ સિલસિલો 8 ઓક્ટોબર સુધી ચલતો રહ્યો હતો. તે દરમિયાન પેટ્રોલમાં લગભગ 1 રૂપિયો અને ડીઝલમાં 78 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા મંગળવારના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- SBIના ગ્રાહકો માટે શરૂ કરી વધુ એક સુવિધા, દરેક ખાતેદાર ઉઠાવી શકશે ફાયદો


દિલ્હીમાં બુધવાર સવારે પેટ્રોલ 73.59 રૂપિયા લિટરના જૂના સ્ચર પર વેચાઇ રહ્યું છે. ત્યારે ડીઝલ 66.81 રૂપિયા પ્રતિ લીટર પર છે. કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 76.23 રૂપિયા, 79.20 રૂપિયા અને 76.44 રૂપિયાના સ્તર પર છે. ડીઝલનો ભાવ પણ ક્રમશ: 69.17 રૂપિયા, 70.03 રૂપિયા અને 70.58 રૂપિયાના સ્તર ચાલી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે, તાજેતરમાં ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો આવી શકે છે.


આ પણ વાંચો:- આ સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ! હોમ-ઓટો લોન થઇ સસ્તી


સાઉદી અરામકો પર થયેલા હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લિટરની તેજી નોંધાઇ અને ડીઝલમાં પણ દોઢ રૂપિયો વધુ મોંઘું થઈ ગયું છે. બુધવાર સવારે બ્રેંટ ક્રૂડ 58.05 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ 52.44 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.


જુઓ Live TV:-


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...