Petrol-Diesel Price: સરકારી ઓઈલ કંપનીઓએ 20 જૂન માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધી છે. 20 જૂનના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. અત્રે જણાવવાનું કે આજે સવાર સવારમાં પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ વેબસાઈટ પર અપડેટ કરી દેવામાં આવ્યા છે અને આજે પણ ભાવ એ જ છે. જો કે કેન્દ્રીય ઓઈલ કંપનીઓ તરફથી આ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માર્ચમાં 2-2- રૂપિયા પ્રતિ લીટરનો ફેરફાર જોવા મળ્યો હતો. અત્રે જણાવવાનું કે રાજ્ય દ્વારા લગાવવામાં આવતા ટેક્સ અને શહેરો દ્વારા પણ લગાવવામાં આવતા લોકલ ટેક્સના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચમાં થયો હતો ઘટાડો
સરકારી ઓઈલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. 14 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ 2-2 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી ઘટાડવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 


હાલ શું છે સ્થિતિ


શહેર         પેટ્રોલ       ડીઝલ


દિલ્હી        94.72       87.62
મુંબઈ       104.21       92.15
કોલકાતા   103.94       90.76
ચેન્નાઈ       100.75       92.32
બેંગ્લુરુ       99.84       85.93
લખનઉ      94.65       87.76
નોઈડા       94.83       87.96
ગુરુગ્રામ     95.19       88.05
ચંડીગઢ      94.24      82.40
પટણા      105.18      92.04


OMCs  જાહેર કરે છે ભાવ
અત્રે જણાવવાનું કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. ઘરે બેઠા તમે પણ ભાવ ચેક કરી શકો છો. 


SMS થી જાણો ભાવ
ભારતીય ઓઈલ કંપનીની અધિકૃત વેબસાઈટ પરથી તમે ભાવ જાણી શકો છો. તમે ઈન્ડિયન ઓઈલની એપથી પણ ભાવ જાણી શકો છો. આ ઉપરાંત એસએમએસ પર મેસેજ મોકલીને પણ ભાવ જાણી શકો છો. ભારત પેટ્રોલિયમને 9223112222 નંબર પર RSP અને તમારા શહેરનો પિનકોડ મેસેજ કરો. આ ઉપરાંત ઈન્ડિયન ઓઈલને 9222201122 નંબર પર આ પ્રકારે મેસેજ કરીને ભાવ જાણી શકો છો. હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગ્રાહક હોવ તો તમે 9222201122 નંબર પર HP અને તમારા શહેરનો પિન કોડ SMS કરીને ફ્યૂલનો ભાવ જાણી શકો છો.