Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલ સસ્તા કર્યા બાદ હવે મોદી સરકાર આ ઈંધણ પર કરી રહી છે કામ, ફક્ત 60 રૂપિયા હશે કિંમત!
ડીઝલ અને પેટ્રોલની મોંઘી કિંમતો નીચે લાવવા માટે મોદી સરકાર એક ખાસ પ્લાન પર કામ કરી રહી છે. જો બધુ ઠીક રહ્યું હતો અત્યારે તમને કાર ચલાવવા માટે એક લીટર પેટ્રોલ 100 રૂપિયાની આસપાસ મળે છે પરંતુ તે વખતે તમને 60 રૂપિયાની આસપાસ ઈંધણ મળી શકશે.
નવી દિલ્હી: દિવાળી ટાણે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈસ ડ્યૂટીમાં કામ મૂકીને ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. જેના કારણે પેટ્રોલ સસ્તુ થયું છે. કેન્દ્ર સરકારે એક્સાઈસ ડ્યૂટીમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો. જ્યારે ડીઝલ પર 10 ટકા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. અનેક રાજ્યોએ પણ વેટમાં કાપ મૂકતા નાગરિકોને મોટી રાહત મળી છે. આમ છતાં પેટ્રોલ અને ડીઝલ હજુ પણ મોંઘુ છે. અનેક રાજ્યોમાં કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર કરતા પણ વધુ છે. ડીઝલ અને પેટ્રોલની મોંઘી કિંમતો નીચે લાવવા માટે મોદી સરકાર એક ખાસ પ્લાન પર કામ કરી રહી છે. જો બધુ ઠીક રહ્યું હતો અત્યારે તમને કાર ચલાવવા માટે એક લીટર પેટ્રોલ 100 રૂપિયાની આસપાસ મળે છે પરંતુ તે વખતે તમને 60 રૂપિયાની આસપાસ ઈંધણ મળી શકશે.
અહીં જે ઈંધણની વાત કરી રહ્યા છીએ તે છે ફ્લેક્સ ફ્યૂલ. પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવના કારણે સરકારે છેલ્લા કેટલાક મહિનાઓમાં ખુબ આલોચનાનો સામનો કરવો પડ્યો છે. કિંમતો ઓછી કરવાના હેતુથી જ ઈથેનોલ બ્લેન્ડિંગનું કામ પણ ચાલુ છે. પરંતુ આમ છતાં ભાવ ઘણા વધારે છે. આવામાં સરકાર ફ્લેક્સ ફ્યૂલ પર કામ કરી રહી છે. જેથી કરીને પેટ્રોલ ડીઝલથી જ છૂટકારો મળી જાય અને લોકોને ભારે કિંમત ચૂકવવી ન પડે.
શું છે આ ફ્લેક્સ ફ્યૂલ
તમને એમ થતું હશે કે આખરે આ ફ્લેક્સ ફ્યૂલ શું છે. ફ્લેક્સ ફ્યૂલ ગેસોલીન અને મેથનોલ કે એથનોલના મિશ્રણથી બનાવવામાં આવતું વૈકલ્પિક ઈંધણ છે. આ ફ્યૂલનું એન્જિન પેટ્રોલ એન્જિન જેવું જ હોય છે. પરંતુ તેમા કેટલાક વધારે કમ્પોનન્ટ હોય છે. ફ્લેક્સ એન્જિન એકથી વધુ ઈંધણ પર ચાલી શકે છે. આ એન્જિનની એક વધુ ખાસિયત એ છે કે તે ઈલેક્ટ્રિક વ્હિકલોની સરખામણીએ ઓછા ખર્ચે બની જાય છે.
PHOTOS: PM મોદીએ જવાનો સાથે ઉજવી દિવાળી, જવાનોને દેશનું 'સુરક્ષા કવચ' ગણાવ્યા
સરકાર અનિવાર્ય કરી શકે છે આ ખાસ ફ્યૂલવાળું એન્જિન
મોદી સરકાર તરફથી ફ્લેક્સ ફ્યૂલ પર કામ ચાલુ છે અને તેને લોન્ચ થયા બાદ સરકારનું પ્લાનિંગ તેને અનિવાર્ય કરવા પર હોઈ શકે છે. પરિવહન મંત્રી નિતિન ગડકરી ફ્લેક્સ ફ્યૂલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં લાગ્યા છે. તેમણે થોડા સમયે પહેલા જણાવ્યું હતું કે ફ્લેક્સ ફ્યૂલને સરકાર અનિવાર્ય કરવા પર વિચારી રહી છે અને ફ્લેક્સ ફ્યૂલ પર ઝડપથી કામ કરી રહી છે. આમ કરવા માટે સરકાર તમામ કંપનીઓને ફ્લેક્સ ફ્યૂલ એન્જિનનો ઉપયોગ કરવાનું કહી શકે છે.
13 રાજ્યોએ આપી દિવાળી ગિફ્ટ
કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કર્યા બાદ 13 રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ભારે ઘટાડો કર્યો છે. જેમાં 10 ભાજપ શાસિત રાજ્યો સામેલ છે. ભાજપ શાસિત રાજ્યોમાં અસમ, ત્રિપુરા, મણિપુર, કર્ણાટક, ગોવા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડે વધારાના કાપની જાહેરાત કરી છે. આ ઉપરાંત બિહાર, ઓડિશા અને સિક્કિમે પણ વેટ પર ઘટાડાની વાત કરી છે.
Diwali 2021: ભારત ઉપરાંત આ દેશોમાં પણ દિવાળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાય છે, બસ નામ અલગ હોય
ગુજરાતમાં સસ્તુ થયું પેટ્રોલ
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (petrol diesel) માં ધરખમ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારે વેટ ઘટાડતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એક તરફ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને રાજ્ય સરકારે 7 રૂપિયાનો ઘટાડો કરતા અમદાવાદમાં પેટ્રોલ (petrol price) 95 રૂપિયા 13 પૈસા થયું છે. તો ડીઝલ (diesel price) માં કેન્દ્ર સરકારે 10 રૂપિયા અને રાજ્ય સરકારે 7 રૂપિયાનો ઘટાડો કરતા ભાવ 89 રૂપિયા 12 પૈસા થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણયને શહેરીજનોએ આવકર્યો છે. સાથે જ લોકોની દિવાળી સારી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube