Petrol Diesel Price: અહીં થયું 5 રૂપિયા સસ્તુ પેટ્રોલ, ડીઝલ પર મોટી રાહત; જાણો નવી કિંમત
Petrol Diesel: રાજ્યના લોકોને મોટી રાહત મળી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કર્યો છે. સરકારની આ રાહત બાદ પેટ્રોલ 5 અને ડીઝલ 3 રૂપિયા સસ્તુ થઇ ગયું છે.
Maharashtra Government: મહારાષ્ટ્રની શિંદે સરકારે લોકોને મોટી રાહત આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કર્યો છે. સરકારની આ રાહત બાદ મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5 અને ડીઝલ 3 રૂપિયા સસ્તુ થઇ ગયું છે. નવી સરકારની બીજી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગત મહિને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા આપ્યા બાદ બની હતી. સીએમ એકનાથ શિંદેએ મીટિંગ બાદ કહ્યું મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ક્રમશ: 5 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો.
આ હશે નવી કિંમત
મુંબઇમાં પેટ્રોલ અત્યારે 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા લિટર વેચાઈ રહ્યું છે. આ ઘટાડા બાદ પેટ્રોલ 106.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા લિટર મળશે. પુણેમાં પેટ્રોલની કિંમત 105.88 રૂપિયા પ્રતિ લિટર હશે, જ્યારે ડીઝલની કિંમત એક લીટર માટે 92.37 રૂપિયા હશે.
માઈક્રોસોફ્ટે પણ મોટી સંખ્યામાં કરી છટણી, કર્યો આર્થિક મંદીનો ઉલ્લેખ
નવા દર લાગુ થયા બાદ ઠાણેમાં એક લીટર પેટ્રોલની કિંમત ઘટીને 106.49 રૂપિયા થઈ જશે. ઠાણેમાં ડીઝલની કિંમત ઘટીને 94.42 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.
અન્ય શહેરમાં શું છે પેટ્રોલના ભાવ
નવી દિલ્હી- 96.72 રૂપિયા
કોલકાતા- 111.35 રૂપિયા
ચેન્નાઈ- 102.63 રૂપિયા
ગુવાહાટી- 96.48 રૂપિયા
Dolo 650 બનાવતી કંપનીની ખુલી પોલ! આ ખેલ વિશે જાણી તમે પણ ચોંકી જશો
ડીઝલની આ છે કિંમત
નવી દિલ્હી- 89.62 રૂપિયા
કોલકાતા- 92.76 રૂપિયા
ચેન્નાઈ- 94.24 રૂપિયા
ગુવાહાટી- 84.37 રૂપિયા
કેન્દ્ર સરકારે કર્યો હતો ભારે ઘટાડો
આ પહેલા મે મહિનામાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. કેન્દ્ર તરફથી એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો હતો. મહારાષ્ટ્ર અને કેરળ જેવા કેટલાક બિન-ભાજપ શાસિત રાજ્યોએ પણ વેટ ઘટાડ્યો પણ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube