મુંબઈઃ મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીથી ત્રસ્ત જનતાને મોટી રાહત આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે જણાવ્યું કે મુંબઈ રીઝન માટે ડીઝલ પર ટેક્સ 24 ટકાથી ઘટાડી 21 ટકા કરવામાં આવી રહ્યો છે. તેનાથી ડીઝલની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થશે. તો પેટ્રોલ પર ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવ્યો છે, જેનાથી પેટ્રોલના ભાવમાં 65 પૈસા પ્રતિ લીટર ઘટાડો થઈ જશે. નોંધનીય છે કે વર્તમાનમાં દેશની રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. તો ડીઝલનો ભાવ 92.15 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે 3 રસોઈ ગેસ સિલિન્ડર ફ્રી
મહારાષ્ટ્ર સરકારે વધુ એક અન્ય કલ્યાણકારી યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ 5 સભ્યોના પાત્ર પરિવારોને દર વર્ષે 3 રસોઈ ગેસ સિલિન્ડર ફ્રી મળશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શુક્રવારે વિધાનમંડળમાં રાજ્યનું 2024-2025નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં મહિલાઓને 1500 રૂપિયા મહિને આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ ભથ્થું 21 વર્ષથી 60 વર્ષ સુધીની મહિલાઓને મળશે.


આ પણ વાંચોઃ 112% પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO,પ્રાઇઝ બેન્ડ ₹90,થઈ શકે છે ડબલ કમાણી


યુવતીઓ માટે પણ યોજના
નાણામંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા અજીત પવારે વિધાનસભામાં પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજનાને જુલાઈ મહિનાથી લાગૂ કરવામાં આવશે. રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનાર વિધાસભા ચૂંટણીના ચાર મહિના પહેલા તેને લાગૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ યોજના માટે વાર્ષિક બજેટ 46000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. પવારે તે પણ જણાવ્યું કે રાજ્યમાં 44 લાખ ખેડૂતોનું લાઈટ બીલ જે બાકી છે તે માફ કરવામાં આવશે.