નવી દિલ્હી: નવા વર્ષમાં પહેલીવાર પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો કર્યો છે. એટલું જ નહી આગામી સમયમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ શકે છે. ગ્લોબલ માર્કેટ ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર વધવા લાગ્યા છે એવામાં પેટ્રોલના ભાવ ઝડપથી ઉપર જઇ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે તેની જાણકારી zee News ના સમાચારના માધ્યમથી પહેલાં જ તમને આપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષે પહેલીવાર વધ્યા ભાવ
આ વર્ષે એક જાન્યુઆરીના રોજ પેટ્રોલના ભાવમાં 19 પૈસાનો ઘટાડો થયો હતો. બે ત્રણ જાન્યુઆરીના રોજ ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો, ચાર જાન્યુઆરીના રોજ 21 પૈસા અને 5 જાન્યુઆરીના રોજ 15 પૈસા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું હતું. ત્યારબાદ છ જાન્યુઆરીના રોજ ભાવ સ્થિર રહ્યા. જ્યારે સોમવારે સાત જાન્યુઆરીના રોજ પહેલીવાર ભાવમાં વધારો થયો છે. 

એક બદલાવ અને ભારતીય અર્થતંત્રને લાગશે મોટો આંચકો, રિપોર્ટમાં થયો ખુલાસો


હજુ વધી શકે છે ભાવ
ગત એક અઠવાડિયામાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. 25 ડિસેમ્બર 2018ના રોજ 50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચનાર ક્રૂડ ઓઈલ હવે ફરીથી 57 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. એવામાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલમાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ્ના ભાવમાં વધારો કરી શકે છે. 

રવિશંકર પ્રસાદનું મોટું એલાન, જોડાયેલું છે ડ્રાઇવિંગ લાયસન્સ અને AADHAR સાથે


ઇકોનોમીને થયું નુકસાન
ક્રૂડ ઓઈલની કિંમતમાં અચાનક ઉછાળો આવતાં ના ફક્ત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે, પરંતુ તેનું નુકસાન દેશની મેક્રો ઈકોનોમીને પણ થઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની એક સ્ટડીમાં કહ્યું છે કે ડેફિસિટ વધી શકે છે. મોંઘવારી અને ફિસ્કલ ડેફિસિટના આંકડા પ્રભાવિત થઇ શકે છે અને આ બધાની અસર ગ્રોથ પર પડશે. 


ક્યાં કેટલો ભાવ?


દિલ્હી રૂપિયા 68.50  રૂપિયા 62.24
મુંબઈ  રૂપિયા74.16 રૂપિયા 65.12
નોઈડા  રૂપિયા 68.79 રૂપિયા 61.93
કોલકત્તા રૂપિયા 70.64 રૂપિયા 64.01

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 


કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.


તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.