Petrol-Diesel Price 29th June: એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણો ઉતાર ચડાવ જોવા મળ્યો છે. હાલ ક્રૂડ ઓઈલમાં 80-85 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ કારોબાર થઈ રહ્યો છે. શુક્રવારે એક જ દિવસે ક્રૂડ ઓઈલમાં 62 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. હાલ ક્રૂડ ઓઈલનો ભાવ 82.40 ડોલર પ્રતિ બેરલ નજીક છે. આ બધા વચ્ચે ઓઈલ કંપનીઓ તરફથી 29 જૂન 2024 માટે પેટ્રોલ ડીઝલના ભાવ પણ બહાર પડ્યા. દેશના મહાનગરો અને કેટલાક ગણતરીના શહેરોમાં પેટ્રોલ ડીઝલના શું ભાવ છે તે ખાસ જાણો.
વાયદા બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ
મજબૂત હાજર માંગણી બાદ વેપારીઓ દ્વારા પોતાના સોદાના આકાર વધારવાથી વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલનો ભાવ 62 રૂપિયાની તેજી સાથે 6,866 રૂપિયા પ્રતિ બેરલ થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ક્રૂડ ઓઈલનો જુલાઈ માસમાં ડિલિવરી થનારો કરાર 62 રૂપિયા કે 0.91 ટકાની તેજી સાથે 6,866 રૂપિયા પ્રતિ બેરલ થ યો જેમાં 5,702 લોટ માટે ટ્રેડ થયો. બજાર વિશ્લેષકોએ કહ્યું કે વેપારીઓ દ્વારા પોતાના ડીલનો આકાર વધારવાથી ક્રૂડ ઓઈલના વાયદા ભાવમાં વધારો જોવા મળ્યો. વૈશ્વિક સ્તર પર વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ ક્રૂડ ઓઈલ 0.81 ટકાની તેજી સાથે 82.40 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.64 ટકા વધીને 86.90 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
મહાનગરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ
શહેર | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 94.72 | 87.62 |
મુંબઈ | 104.21 | 92.15 |
કોલકાતા | 103.94 | 90.76 |
ચેન્નાઈ | 100.75 | 92.32 |
બેંગ્લુરુ | 99.84 | 85.93 |
લખનઉ | 94.65 | 87.76 |
નોઈડા | 94.83 | 87.96 |
ગુરુગ્રામ | 95.19 | 88.05 |
ચંડીગઢ | 94.24 | 82.4 |
પટણા | 105.18 | 92.04 |
ક્યારે સસ્તા થયા હતા પેટ્રોલ ડીઝલ?
15 માર્ચના રોજ ભારત સરકારે પેટ્રોલ અને ડીજલના ભાવમાં ભારે ઘટાડો કર્યો હતો. જે હેઠળ બંનેના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. કેન્દ્ર સરકાર તરફથી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ઘટાડો કરાયો હતો. હવે ચૂંટણી પતી ગઈ છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે કે પછી ઘટે છે તે જોવું રસપ્રદ રહેશે.
અત્રે જણાવવાનું કે દેશની ઓઈલ અને માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ બહાર પાડે છે. 22 મે 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ બહાર પાડે છે. ઘરે બેઠા પણ તમે ભાવ ચેક કરી શકો છો.
ઘરે બેઠા ચેક કરી શકો ભાવ
તમે સરળતાથી ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ ચેક કરી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે કે પછી એસએમએસ મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો તમે RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને BPCLના ગ્રાહક હોવ તો RSP લખીને 9223112222 નંબર SMS મોકલી શકો છો.