Petrol Price Today 04 May 2021: મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, 18 દિવસ બાદ વધ્યા ભાવ, જાણો તમારા શહેરમાં શું છે રેટ
સતત 18 દિવસની શાંતિ બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
Petrol Price 04 May 2021 Update: સતત 18 દિવસની શાંતિ બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 12 પૈસાથી લઈને 15 પૈસા સુધીનો વધારો કર્યો છે જ્યારે ડીઝલ 18 પૈસા મોંઘુ થયું છે. આ અગાઉ 15 એપ્રિલના રોજ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી હતી. એપ્રિલમાં એક અને માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણવાર ઘટાડો થયો હતો. આ બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ હવે 66 ડોલર પ્રતિ બેરલ છે. અનેક અઠવાડિયાથી ક્રૂડ ઓઈલમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 63 ડોલર પ્રતિ બેરલ નીચે ગઈ હતી. પરંતુ હવે તેજી પાછી ફરી રહી છે.
મે મહિનામાં પહેલો ઝટકો
મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પહેલો ઝટકો જોવા મળ્યો છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી હતી કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત જોવા મળશે પરંતુ ઉલટા ભાવ વધવા લાગ્યા છે. ગત મહિનો લોકોને રાહત આપીને ગયો હતો. 15 એપ્રિલ અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લે 30 માર્ચના રોજ ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા સસ્તુ થયું તું. માર્ચ મહિનામાં પેટ્રોલ 61 પૈસા સસ્તુ થયું હતું અને ડીઝલના ભાવમાં 60 પૈસા ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 વાર ઘટાડાનું સૌથી મોટું કારણ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલમાં નબળાઈ હતી.
અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 101 રૂપિયાને પાર
આ અગાઉ ફેબ્રુઆરીમાં પેટ્રોલ અને ડીઝલ 16 વાર મોંઘુ થયું હતું રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે 100 રૂપિયા પાર છે. આજના વધારા બાદ રેટ 101.89 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મધ્ય પ્રદેશના અનુપપૂરમાં રેટ 101.15 રૂપિયા પ્રતિ લીટર છે. મધ્ય પ્રદેશના જ Nagarabandh માં પેટ્રોલ 101.70 રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. રીવામાં પણ પેટ્રોલનો ભાવ 100.79 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે છિંદવાડામાં પેટ્રોલ 100.42 રૂપિયા પ્રતિ લીટર છે.
4 મેટ્રો શહેરોમાં પેટ્રોલનો ભાવ
શહેર ગઈ કાલનો ભાવ આજનો ભાવ
દિલ્હી 90.40 90.55
મુંબઈ 96.83 96.95
કોલકાતા 90.62 90.76
ચેન્નાઈ 92.43 92.55
ચાર મેટ્રો શહેરોમાં ડીઝલનો ભાવ
શહેર ગઈ કાલનો ભાવ આજનો ભાવ
દિલ્હી 80.73 80.91
મુંબઈ 87.81 87.98
કોલકાતા 83.61 83.78
ચેન્નાઈ 85.75 85.90
કેન્દ્ર અને રાજ્ય સરકારો વસૂલે છે ભારે ટેક્સ
પેટ્રોલના ભાવમાં 60 ટકા હિસ્સો સેન્ટ્રલ એક્સાઈઝ અને રાજ્યોના ટેક્સનો હોય છે. જ્યારે ડીઝલ પર તે 54 ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી 32.90 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય રીતે રોજેરોજ ફેરફાર આવે છે. આ ભાવ બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો અને ફોરેન એક્સચેન્જ રેટના આધારે નક્કી થાય છે.
તમારા શહેરમાં આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ ડીઝલના ભાવ તમે SMS દ્વારા જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરના કોડ અલગ અલગ હોય છે. જે તમને IOC ની વેબસાઈટ પર જાણવા મળશે.
સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube