પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બીજા દિવસે પણ ઘટાડો, જાણો આજનો ભાવ
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 0.01 પેસા ઘટીને 71.09 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓયલના ભાવોમાં ઉથલ-પાથલ યથાવત છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડી રહી છે. ગુરૂવારે અહીં પેટ્રોલિયમ ઇંધણના ભાવોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 0.01 પૈસા ઘટીને 71.09 રૂપિયા પ્રતિ લીટર થઈ અને ડીઝલના ભાવમાં 0.08 પૈસાના ઘટાડાની સાથે 65.81 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર આવી ગયા હતા.
આ વર્ષની શરૂઆતમાં પ્રથમવાર પેટ્રોલ-ડીઝલના ભાવ ક્રમશઃ 68.65 અને 62.66 રૂપિયા પ્રતિ લીટર હતા.
દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં ગુરૂવારે પેટ્રોલ 76.72 રૂપિયા અને ડીઝલ 68.91 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેંચાઈ રહ્યું છે. જાન્યુઆરીના મહિનામાં અહીં પેટ્રોલની કિંમતોમાં 2.42 રૂપિયા સુધી તેજી જોવા મળી છે. 1 જાન્યુઆરીએ અહીં પેટ્રોલનો ભાવ 74.30 રૂપિયા પ્રતિ લીટર હતો.
કોલકત્તામાં પેટ્રોલ-ડીઝલની આજની કિંમતે ક્રમશઃ 73.18 અને 67.59 રૂપિયા પ્રતિ લીટર છે.
દિલ્હી-એનસીઆરમાં સૌથી ઓછી કિંમત ગાઝિયાબાદમાં જોવા મળી હતી. અહીં પેટ્રોલ 70.69 અને ડીઝલ 64.85 રૂપિયા લીટરના દરથી વેંચાઈ રહ્યું છે. ફરીદાબાદમાં આ ભાવ 72.07 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 65.81 રૂપિયા પ્રતિ લીટર છે.