નવી દિલ્હી: સતત પાંચ દિવસો સુધી કિંમતમાં ઘટાડા બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના કિંમતમાં સતત ઘટાડાના લીધે પેટ્રોલના ભાવ 30 મેથી ઘટી રહ્યા હતા. છેલ્લે 27 મેના રોજ પેટ્રોલ 9 પૈસા અને ડીઝલ 5 પૈસા મોંઘુ થયું હતું. તમને જણાવી દઇએ કે વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેત વચ્ચે સોમવારે વાયદા કારોબારમાં ક્રૂડની કિંમત 1.53 ટકા તેજી સાથે 3,779 રૂપિયા પ્રતિ બેરલ થઇ ગઇ છે. 


મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
સોમવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલના ભાવમાં 70.43 રૂપિયા અને ડીઝલના ભાવમાં 64.39 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઇમાં પેટ્રોલ 76.12 રૂપિયા અને ડીઝલ 67.51 રૂપિયા, કલકત્તામાં પેટ્રોલ 72.68 રૂપિયા અને ડીઝલ 66.31 રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ 73.18 રૂપિયા અને ડીઝલ 68.12 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 70.45 રૂપિયા અને ડીઝલ 63.91 રૂપિયા અને ગુરૂગ્રામમાં પેટ્રોલ 70.76 રૂપિયા અને ડીઝલ 63.79 રૂપિયા પ્રતિ લીટર છે.