નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની (Petrol-diesel price) સતત વધી રહેલી કિંમતથી લોકો પરેશાન છે. દેશના કેટલાક ભાગમાં પેટ્રોલની કિંમત જ્યા 100 રૂપિયાને પાર છે તો બીજીતરફ ડીઝલની કિંમત 90ને પાર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં જનતા વચ્ચે તે સવાલ સતત ઉઠી રહ્યો છે કે આખરે ક્યારે ઈંધણના વધેલા ભાવથી રાહત મળશે અને મળશે કે નહીં? કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala sitaraman) એ લોકસભા ટીવી પર મંગળવારે નાણા બિલ પર ચર્ચાનો જવાબ આપવા દરમિયાન કેન્દ્રની સ્થિતિને સ્પષ્ટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્મલા સીતારમને કહ્યું- જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પર ટેક્સનો સવાલ છે તો કેન્દ્ર અને રાજ્ય, બન્ને ટેક્સ લગાવે છે... જે ટેક્સ કેન્દ્ર સરકાર લે છે તેમાં રાજ્ય સરકારનો પણ ભાગ હોય છે. કેન્દ્રીય નાણામંત્રીએ આગળ કહ્યું કે, જો રાજ્ય સરકાર ઈચ્છશે તો આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દા પર (પેટ્રોલ ડીઝલને જીએમસીમાં સામેલ કરવા પર) ચર્ચા થઈ શકે છે. 


આ પણ વાંચોઃ લોકડાઉનમાં EMI ભરવામાં રાહત લેનારા લોકોને નહીં મળે વ્યાજ માફી, જાણો શું કહ્યું સુપ્રીમે?


લોકસભામાં નાણામંત્રીએ કહ્યું- એક સભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે. સૌથી વધુ આજે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મહારાષ્ટ્રમાં છે. હું કોઈ એક રાજ્યમાં વધુ કે ઓછા ટેક્સ પર આંગળી ઉઠાવી રહી નથી. અસલ મુદ્દો તે છે કે તેલ પર માત્ર કેન્દ્રનો નહીં પરંતુ રાજ્યનો પણ ટેક્સ છે. 


આ પણ વાંચોઃ પીએમ મોદીનું સપનું કોરોનાએ વેરવિખેર કર્યું!, હવે આટલા વર્ષ જોવી પડશે રાહ


ઈન્ડિયન ઓયલ પ્રમાણે, રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત 23 માર્ચ એટલે કે મંગળવારે 1 રૂપિયા 17 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 81 રૂપિયા 47 પૈસા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને સરકાર પર દબાવ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી તેને લઈને ઘણીવાર સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube