સતત ત્રીજા દિવસે પણ સસ્તુ થયું પેટ્રોલ-ડિઝલ, જાણો મહાનગરોના ભાવ
પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. શનિવારના પેટ્રોલમાં 20 પૈસા અને ડિઝલમાં 24 પૈસાનો ઘટાડો થયો છે. ગત ત્રણ દિવસમાં પેટ્રોલ 45 પૈસા સુધી સસ્તુ થયું છે.
નવી દિલ્હી: પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. શનિવારના પેટ્રોલમાં 20 પૈસા અને ડિઝલમાં 24 પૈસાનો ઘટાડો થયો છે. ગત ત્રણ દિવસમાં પેટ્રોલ 45 પૈસા સુધી સસ્તુ થયું છે. છેલ્લી વખત 27 મેના પેટ્રોલ 9 પૈસા અને ડિઝલ 5 પૈસા મોઘુ થયું હતું. ત્યારબાદ સતત ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો ચે. આ મહિનામાં અત્યાર સુધી પેટ્રોલ 1.65 રૂપિયા અને ડિઝલમાં 2.45 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
શહેરનું નામ | પેટ્રોલ/ લીટર | ડિઝલ/ લીટર |
દિલ્હી | 69.99 | 63.93 |
મુંબઇ | 75.69 | 67.03 |
કોલકાતા | 72.25 | 65.85 |
ચેન્નાઇ | 72.7 | 67.62 |
નોઇડા | 69.98 | 63.4 |
ગુરૂગ્રામ | 70.51 | 63.49 |
મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડિઝલના ભાવ
શનિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 69.99 રૂપિયા અને ડીઝલની કિંમત 63.93 રૂપિયા છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત 67.03 રૂપિયા અને ડીઝલની કિંમત 72.25 રૂપિયા, ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત 72.70 રૂપિયા અને ડીઝલની કિંમત 67.62 રૂપિયા, નોઇડામાં પેટ્રોલની કિંમત 69.98 રૂપિયા અને ડીઝલની કિંમત 63.40 રૂપિયા અને ગુરૂગ્રામમાં પેટ્રોલની કિંમત 70.51 રૂપિયા અને ડીઝલની કિંમત 63.49 રૂપિયા પ્રતિ લીટર છે.
જુઓ Live TV:-