નવી દિલ્હી: પેટ્રોલ (Petrol) અને ડીઝલના ભાવમાં ગત પાંચ અઠવાડિયાથી બાદ શુક્રવારે ફરી વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવથી 10 પૈસાનો પ્રતિ લીટરે વધારો થયો છે. દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ 10 પૈસા જ્યારે કલકત્તામાં નવ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. તો બીજી તરફ ડીઝલના ભાવ દિલ્હી, કલકત્તા અને ચેન્નઇમાં નવ પૈસા જ્યારે મુંબઇમાં 10 પૈસા પ્રતિ લીટરે વધ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલક્ત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 72.70 રૂપિયા, 75.41 રૂપિયા, 78.38 રૂપિયા, અને 75.55 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ વધીને ક્રમશ: 65.84 રૂપિયા,69.25 રૂપિયા, અને 69.59 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube