Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારો, તમામ રેકોર્ડ તૂટ્યા, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીના મારથી જનતા પરેશાન છે. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવનો સિલસિલો થમતો જોવા મળતો નથી. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો છે.
નવી દિલ્હી: મોંઘવારીના મારથી જનતા પરેશાન છે. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવનો સિલસિલો થમતો જોવા મળતો નથી. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઓઈલ કંપનીઓએ શનિવારે 23 ઓક્ટોબરના રોજ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. સતત ચોથા દિવસે ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે એકવાર ફરીથી પેટ્રોલમાં 35 પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલ પણ મોંઘુ થયું છે.
સતત 4 દિવસથી વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે 35 પૈસા પ્રતિ લીટરના વધારા થતા દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 107.24 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 95.98 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 113.08 અને ડીઝલનો ભાવ 103.97 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 107.78 અને ડીઝલ 99.08 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશ: 104.22 અને 100.25 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. છેલ્લા 5 સપ્ટેમ્બરના રોજ ભાવ ઓછા કરાયા હતા. ત્યારે દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 15 પૈસા સુધીનો ઘટાડો થયો હતો.
સમુદ્રમાં ચીની સબમરીનોને ધૂળ ચટાડવા ભારત ખરીદી રહ્યું છે આ ઘાતક હથિયાર
SMS દ્વારા જાણો તમારા શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ
તમે ઘરે બેઠા SMS દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલના ભાવ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો પોતાના મોબાઈલથી RSP સાથે શહેરનો કોડ લગાવીને 9224992249 પર મેસેજ મોકલી શકશે. શહેર કોડ તમને ઈન્ડિયન ઓઈલ (IOCL) ની અધિકૃત વેબસાઈટ પર મળી જશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ મોકલી દેવાશે.
શું કહે છે એક્સપર્ટ
ઓક્ટોબરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. એક્સપર્ટનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આવામાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવમાં હજુ રાહત મળવાની શક્યતા ઓછી છે.
Kashmir પર ભારતનો જબરદસ્ત 'માસ્ટરસ્ટ્રોક', પૂર્વ PAK રાજદૂતે સ્વીકાર્યું- આ નિર્ણય ભારતની મોટી જીત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube