નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં દિવસેને દિવસે ઘટાડો આવી રહ્યો છે, કિંમતોમાં ઘટાડો આવવાને કારણે સામાન્ય માણસોને રાહત મળી રહી છે. શનિવારે પણ સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 40 પૈસાનો પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો. જેથી રાજધાનીમાં પેટ્રોલના ભાવ 80.45 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય ડિઝલના ભાવોમાં પણ શનિવારે 35 પૈસાનો પ્રતિ લીટરનો ઘટાડો આવતા ડિઝલના ભાવ 74.38 રૂપિયા પ્રતિ લીટર થયા હતા. છેલ્લા 10 દિવસોમાં પેટ્રોલની કિંમતોમાં 2.38 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાંમાં આવ્યો છે. જ્યારે આ દરમિયાન ડિઝલમાં પણ 1.33 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. 


મુંબઇમાં પણ શનિવારે પેટ્રોલના ભાવોમાં 40 પૈસા પ્રતિ લીટરનો ઘટડો આવ્યો છે, શનિવારે મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં 85.93 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. સાથે જ ડીઝલની કિંમતોમાં 37 પૈસ પ્રતિ લીટરનો ઘટાડો આવતા જ અહિંયા ડીઝલની કિમતોમાં 77.96 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા.


વધુ વાંચો...સતત સસ્તુ થઇ રહ્યું છે પેટ્રોલ અને ડીઝલ, જાણો આજની શું છે કિંમત



શુક્રવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. જેથી અહિં  પેટ્રોલ ના ભાવમાં 80.85 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા. સાથે જ ડીઝલમાં પણ 7 પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી અહિં ડીઝલના ભાવ 74.73 રૂપિયા પ્રતિ લીટર થયા હતા.


જ્યારે મુંબઇમાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 25 પૈસાનો ઘટાડો આવાતા મુંબઇમાં પેટ્રોલના ભાવ 86.33 રૂપિયા પ્રતિ લીટર થયા હતા. આ સાથે જ ડીઝલના ભાવમાં પણ 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો, જેથી શુક્રવારે આહિં ડીઝલના ભાવ 78.33 રૂપિયા પ્રતી લીટર થયા હતા.



મહત્વનું છે, કે ગુરુવારે દિલ્હીમાં પેટ્રો 15 પૈસાન પ્રતિ લીટર સસ્તુ થયું હતું, જ્યારે ડીઝલના ભાવોમાં પણ 5 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. દેશની રાજધાનીમાં ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ક્રમશઃ 81.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.80 રૂપિયા પ્રતી લીટર થયું હતું.