નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થતો વધારો સતત યથાવત છે. દેશની રાજધાની દિલ્હીમાં ગાંધી જયંતીના દિવસે એટલે કે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભવામાં ફરી એક વાર વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતો મંગળવારે 0.12 પૈસાનો વધારો કરતા 83.85 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ 16 પૈસાનો વધારો આવતા 75.25 રૂપિયા પ્રતિ લીટર થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે મુંબઇમાં પણ પેટ્રોલ 90નો આંકડો ક્રોસ કરીને પણ સતત આગળ ચાલી રહ્યો છે. મંગળવારે પેટ્રોલની કિંમતોમાં 0.12 પૈસા વધારો આવતા 91.20 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. જ્યારે મુંબઇમાં ડીઝલના ભાવોમાં 0.17 પૈસાનો વધરો જોવ મળ્યો હતો. અહિં ડીઝલનો ભાવ 79.89 રૂપિયા સુધી પહોંચી ગયો છે.


 



 


સોમવારે પણ વધ્યા ભાવ 
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે પણ વધારો નોંધાયો હતો. દિલ્હીમાં પણ પેટ્રોલનો ભાવ 24 પૈસા વધીને 83.73 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. જ્યારે ડીઝલનો ભાવ સોમવારે 30 પૈસાનો વધારા સાથે 75.09 રૂપિયા પર પહોંચ્યો હતો.જ્યારે મુંબઇમાં પેટ્રોલના 91.08 અને ડીઝલ 79.72 રૂપિયા ભાવ નોંધાયો હતો. 


દિલ્હીમાં સીએનજીના ભાવ પણ વધ્યા 
સોમવારે સીએમજી અને પીએનજી ગેસોના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં સોમવારે સીએનજીના ભાવોમાં 1.70 રૂપિયાનો વધારો કરીને 44.30 રૂપિયા પ્રતિ કિલો કરી દેવમાં આવ્યો હતો, જ્યારે એલપીજી ગેસના બોટલના ભાવમાં પણ 2.89 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેથી સબસીડી વાળા ગેસ સિલિન્ડરની કિંમત 502.4 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.