નવી દિલ્હી: સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલ સસ્તુ થયું છે. પેટ્રોલ 7 પૈસા અને ડીઝલ 20 પૈસા સસ્તું થયું છે. ગત છ દિવસોમાં પેટ્રોલ 70 પૈસા અને ડીઝલમાં 1 રૂપિયા સુધી સસ્તું થયું છે. મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.23 પ્રતિ લીટર અને ડીઝલ 65.56 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો અહીં પેટ્રોલ 76.91 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 68.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના પેટ્રોલના ભાવ

આજના ડીઝલના ભાવ



વ્યાપાર તણાવના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવ પાંચ ટકાથી વધુ તૂટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ અઠવાડિયે સતત ચાર સત્રમાં ઘટાડો નોંધાયો છે.