નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો નોધાયો છે. ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 10 પૈસા વધી 82.36 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં 27 પૈસાના વધારા સાથે 74.62 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશ: 9 પૈસા અને 29 પૈસાનો વધારો જોવા મળ્યો છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર પેટ્રોલ 87.82 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે ડીઝલ 78.22 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. સરકારે હાલમાં સરકારી તેલ કંપનીઓ પર ડીઝલ અને પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર એક-એક રૂપિયો ઘટાડવાનું કહ્યું છે. સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં 1.50 રૂપિયો ઘટાડ્યો છે. આ સાથે જ ભાજપ સરકાર દ્વારા રાજ્યોમાં વેટમાં ઘટાડો કરી 2.50 રૂપિયા પ્રતિ લીટરમાં રાહત આપી છે. આ રાજ્યોમાં ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલમાં પાંચ રૂપિયા પ્રતિ લીટર રાહત મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટીએફમાં સરકારે 3 ટકાનો કર્યો ઘટાડો
સરકારે વિમાન ઇંધણ પરના ઉત્પાદન શુલ્કમાં ઘટાડો કર્યો છે. વિમાન ઇંધણ (એટીએફ) પર ઉત્પાદન શુલ્ક ઘટાડી 11 ટકા કરી દીધો છે. ઇંધણની ઉંચા ભાવથી પ્રભાવિત વિમાન ઉદ્યોગને રાહત આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. એટીએફ પર અત્યારસુધી આ દર 14 ટકા પર હતો. નાણા મંત્રાલયના અંતર્ગત આવનારા રાજસ્વ વિભાગને આદેશ જાહેર કર્યો છે કે શુલ્કમાં ઘટાડો 11 ઓક્ટોબરથી લાગું પડશે.


કાચ્ચા તેલના ભાવમાં સતત વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચ્ચા તેલના ભાવમાં સતત વધારો અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી જેટ ઇંધણના ભાવ આ મહિને જાન્યૂઆરી 2014 પછી ઉંચા સ્તર પર પોહંચી ગયો છે. દિલ્હીમાં હાલમાં વિમાન ઇંધણની આવક 74,564 રૂપિયા પ્રતિ કિલોલીટર (74.56 રૂપિયા લીટર) અને મુંબઇમાં 74,177 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. એટીએફની કિંમત જુલાઇથી અત્યાર સુધી 9.5 ટકા વધી છે. જેમાં ગત વર્ષ જુલાઇથી વધી રહ્યો છે. જુલાઇ 2018ને છોડીને દર મહિને વધારો થયો છે. ગત વર્ષ જુલાઇમાં વિમાન ઇંધણ 47,013 પ્રતિ કિલોલીટર હતું ત્યારબાદ તેમાં 58.6 ટકા વધારો થયો છે.


તેલ કંપનીઓ ઓછો કરશે લાભ
સરકારે આ આશંકાને નકારી છે કે પેટ્રોલિટમ ઇંધણના ભાવ કરવાનો ભાર પડવાથી સરકારી તેલ વિતરણ કંપનીઓ લાભ વિતરણ ઓછું કરશે. નાણા મંત્રાલયમાં આર્થિક મામલાને સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વિટ કરી કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ પર ગ્રાહકોને છૂટમાં ઘટાડાની કોઇ યોજના નથી. તેઓ એવા અહેવાલો પર ટિપ્પણી કરી રહ્યા હતા કે વર્તમાન પરિસ્થિતિઓમાં તેલ વિતરણ કંપનીઓ લાભ ઓછો કરી શકે છે. સરકારને સબસીડી ઘટાડવી પડી શકે છે અને ડિસઇન્વેસ્ટમેન્ટથી પ્રાપ્ત બજેટનું લક્ષ્ય ઓછું કરી શકે છે.
(ઇનપુટ એજન્સીથી)