નવી દિલ્હી: અનેક દિવસ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાએ લોકોને રાહત જરૂર આપી છે. પરંતુ આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી આગ ઝરતો વધારો જોવા મળી શકે છે. આ વાત ઉર્જા ક્ષેત્રના વિશેષજ્ઞ નરેન્દ્ર તનેજાએ કહી છે. તેમણે કહ્યું કે આપણે સમજવું પડશે કે આપણે ઓઈલ આયાત કરીએ છીએ. આ એક આયાતી વસ્તુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ વધવા પાછળ પ્રમુખ કારણોમાંથી એક કારણ કોરોના મહામારી પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જરૂરિયાતનું 86% ઓઈલ આયાત થાય છે
તનેજાએ કહ્યું કે આજના સમયમાં આપણે આપણી જરૂરિયાતનું લગભગ 86 ટકા ઓઈલ આયાત કરીએ છીએ. આવામાં તેલની કિંમત કોઈ સરકારના હાથમાં નથી. પેટ્રોલ અને ડીઝલ બંને નિયંત્રણ મુક્ત વસ્તુઓ છે. જુલાઈ 2010માં મનમોહન સિંહની સરકારે પેટ્રોલને નિયંત્રણ મુક્ત કર્યું હતું. જ્યારે 2014માં નરેન્દ્ર મોદી સરકારે ડીઝલને પણ નિયંત્રણ મુક્ત કર્યું હતું. 


ક્રુડ ઓઈલ હજુ મોંઘુ થશે
તનેજાના જણાવ્યાં મુજબ જ્યારે પણ માંગ અને આપૂર્તિમાં અસંતુલન હોય છે, તેલના ભાવમાં વૃદ્ધિ થવું નક્કી હોય છે. કિંમતો વધવાનું બીજું કારણ ઓઈલ સેક્ટરમાં રોકાણની કમી પણ છે. કારણ કે સરકારો સૂર્ય ઉર્જા જેવા નવીનીકરણીય/હરિત ઉર્જા ક્ષેત્રોને પ્રોત્સાહન આપી રહી છે. આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં ક્રુડ ઓઈલ વધુ મોંઘુ થશે. તેમણે કહ્યું કે 2023માં ક્રુડ ઓઈલની કિંમતમાં 100 રૂપિયા સુધીનો વધારો નોંધાઈ શકે છે. 


એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરવા પર બોલ્યા એક્સપર્ટ
પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરવાના કેન્દ્ર સરકારના પગલાં અંગે જણાવતા તનેજાએ કહ્યું કે જ્યારે ઓઈલની કિંમતો ઓછી થાય છે ત્યારે સરકાર એક્સાઈઝ ડ્યૂટી વધારે છે, જ્યારે ઓઈલ ખુબ મોંઘુ થાય છે ત્યારે સરકારે તેમાં ઘટાડો કરે છે. ઉપયોગ અને વેચાણ કોરોનાકાળમાં ઓઈલની માત્રાની સરખામણીમાં 40 ટકા ઓછું થઈ ગયા હતા. જો કે બાદમાં તે 35 ટકા સુધી આવી ગયા. જ્યારે વેચાણ  ઓછું થઈ જશે તો સરકારની આવક આપોઆપ ઘટી જશે પરંતુ હવે વેચાણ કોરોનાકાળના પહેલાના સ્તર પર પાછું આવી ગયું છે. 


ભારતની અર્થવ્યવસ્થા ડીઝલ પર આધારિત
તેમણે કહ્યું કે બીજુ એ છે કે, જીએસટી સંગ્રહ આર્થિક સુધાર માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે. સરકાર પહેલાની સરખામણીમાં અપેક્ષાકૃત આરામદાયક સ્થિતિમાં છે. આ સાથે જ આપણી અર્થવ્યવસ્થા ડીઝલ પર આધારિત છે. જો ડીઝલના ભાવ વધ્યા તો દરેક સામાનના ભાવ વધી જાય છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ સરકારે આ પગલું ભર્યું છે. 


પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવા જોઈએ
તનેજાનું માનવું છે કે પેટ્રોલ ડીઝલના ભાવને જીએસટીના દાયરામાં લાવવા જોઈએ. જેથી કરીને વધુ રાહત મળી શકે. વધુ પાદર્શકતા પણ આવે. અત્રે જણાવવાનું કે નાણામંત્રાલયે ગ્રાહકોને રાહત આપવા માટે બુધવારે પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટી પર 5  રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજ્યોએ પણ વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube