નવી દિલ્હી: પેટ્રોલિયમ ઈંધણને લઇને આમ આદમી ગત ત્રણ દિવસથી રાહત અનુભવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 22 જાન્યુઆરીથી કોઇ ઉતાર-ચઢાવ આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ 71.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર સ્થિર છે. જોકે 22 જાન્યુઆરીના રોજ ડીઝલનો ભાવ 65.90 રૂપિયા પ્રતિ લીટર હતો. તેમાં 25 જાન્યુઆરીના રોજ 10 પૈસા જેટલો નજીવો ઘટાડો નોધાયો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવું વર્ષ શરૂ થતાં પેટ્રોલિયમ ઈંધણના ભાવ સતત વધી રહ્યા હતા. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ ક્રમશ: 68.65 અને 62.66 રૂપિયા પ્રતિ લીટર હતો. ગત ઓક્ટોબરમાં ઈંધણાના ભાવ પોતાના અધિકત્તમ સ્તર પર પહોંચી ગયા હતા. 1 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ ક્રમશ: 83.73 અને 75.73 અને 75.09 રૂપિયા પ્રતિ લીટર હતો.


દેશની આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો અહીં પેટ્રોલ 76.90 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર છે. ડીઝલના ભાવ 69.11 રૂપિયા પ્રતિ લીટર છે. કલકત્તામાં પેટ્રોલ-ડીઝલનું સ્તર 73.36 અને 67.78 રૂપિયા પ્રતિ લીટરના પર સ્થિર છે. કંઇક આવી જ સ્થિતિ ચેન્નઇની છે. અહીં પેટ્રોલ 73.99 રૂપિયા અને ડીઝલ 69.72 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર વેચાણ થઇ રહ્યું છે. દિલ્હી-એનસીઆરની વાત કરીએ તો પેટ્રોલના ભાવ 70.83 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 65.02 રૂપિયા પ્રતિ લીટર છે.