નવી દિલ્હી: સ્થાનિક ઓઇલ ડ્રીસ્ટ્રીબ્યૂટર કંપનીઓએ બુધવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી એકવાર ક્રૂડ ઓઇલમાં સતત બીજા દિવસે તેજી યથાવત રહી. બ્રેંટ ક્રૂડનો ભાવ ગત સત્રના મુકાબલે લગભગ એક ટકાની તેજી સાથે ફરી એકવાર 63 ડોલર પ્રતિ બેરલ ઉપર જતો રહ્યો છે. બ્રેંટ ક્રૂડના ભાવમાં ગત સત્રમાં 1.76 ટકા તેજી જોવા મળી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્તામાં ખરીદવું છે પેટ્રોલ તો અપનાવો આ રીત, દરેક વખતે થશે તમને ફાયદો


જાણકારોના અનુસાર ઓઇલ નિર્યાતક દેશોના સમૂહ ઓર્ગેનાઇજેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ એટલે કે ઓપેક દ્વારા ઓઇલની આપૂર્તિમાં કાપ મૂકતાં ઓઇલના ભાવ તેજી આવી છે. બીજી તરફ ઓપેકના સભ્ય વેનેજુએલામાં ચાલી રહેલા આર્થિક તથા રાજકીય સંકટમાંથી ઓઇલની આપૂર્તિથી પ્રભાવિત થયા છે. 


ઇંડિયન ઓઇલની વેબસાઇટ પરથી મળતી માહિતી અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં મંગળવારે પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 70.33 રૂપિયા, 72.44 રૂપિયા, 75.97 રૂપિયા અને 73 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ વધારા બાદ ક્રમશ: 65:62 રૂપિયા, 67.40 રૂપિયા, 68.71 રૂપિયા અને 69.32 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.  

ઇલેક્ટ્રિક કાર 30 રૂપિયામાં 22km દોડશે, 15 મિનિટમાં થઇ જશે ચાર્જ


આંતરરાષ્ટ્રીય બજાર ઇંટરકોટિનેંટલ એક્સચેંજ એટલે કે આઇસીઇ પર બ્રેંટ ક્રૂડના એપ્રિલ ડિલીવરી કોન્ટ્રાક્ટમાં ગત સત્રના મુકાબલે 0.98 ટકાની તેજી સાથે 63.03 ડોલર બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો. તો બીજી તરફ એક્સચેંજ એટલે નાયમેક્સ પર વેસ્ટ ટેક્સાસ ઇંટરમીડિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના માર્ચ સોદામાં 1.05 ટકાની બઢત સાથે 53.66 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો. 


જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 67.80 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.58 રૂપિયા પ્રતિ લીટર


ગાંધીનગર
પેટ્રોલ: 67.96 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.74 રૂપિયા પ્રતિ લીટર


સુરત
પેટ્રોલ: 68.02 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.82 રૂપિયા પ્રતિ લીટર

કેબલ-DTH ગ્રાહકો માટે મોટા સમાચાર, 130 રૂ.નો ફિક્સ ચાર્જ ચૂકવવો નહી પડે!


વડોદરા
પેટ્રોલ: 67.66 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.44 રૂપિયા પ્રતિ લીટર


રાજકોટ
પેટ્રોલ: 68.02 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.81 રૂપિયા પ્રતિ લીટર

ખર્ચ કરીને પણ બચાવી શકો છો ઘણો બધો ઇનકમ ટેક્સ, જાણો કેવી રીતે


તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  


એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.