સતત ચોથા રવિવારે પેટ્રોલ ડિઝલની કિંમતોમાં આવ્યો ઘટાડો, જાણો આજના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રાહતના સમાચાર સતત ચોથા રવિવારે પણ મળ્યા છે.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રાહતના સમાચારા સતત ચોથા રવિવારે પણ મળ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આજે 20 પૈસા જ્યારે ડીઝલના ભાવોમાં 18 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 76.71 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે ડીઝલના ભાવોમાં પણ ઘટાડો આવતા તેના ભાવ 71.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડો આવતા છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ઘટાડો આવ્યો છે. જ્યારે ક્રુડ ઓઇલની ઉત્પતિ કરતા દેશોમાંના ઓપેક દ્વારા ક્રુડ ઓઇલના ભોવમાં ઘટાડો કરવાની સંભાવનાઓને કારણે શુક્રવારે આંતરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં તેજી જોવા મળી હતી.
મુંબઇમાં પણ મળી રહાત
મુંબઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, મુંબઇમાં પેટ્રોલના ભાવોમાં પણ 20 પૈસાનો ઘટાડા સાથે 82.23 થયો હતો. જ્યારે ડીઝલના ભાવોમાં પણ 19 પૈસાનો ઘટાડો થવાથી 74.94 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા.
દિલ્હીમાં 6 સ્ટેમ્બરે ડીઝલના ભાવ 71.55 રૂપિયા લીટર થયું હતું. ત્યાર બાદ તેલમાં કિંમતોમાં વધારો થવાથી રાજધાનીમાં ડીઝલ 4 ઓક્ટોમ્બરે 75.45 રૂપિયા પ્રતિ લીટર રેકોર્ડ ઉચ્ચ સ્તર પર ચાલ્યા ગયા હતા. પેટ્રોલના ભાવ પાંચ ઓગસ્ટે દિલ્હીમાં 76.85 રૂપિયા પ્રતિ લીટર ખયા હતા.જ્યારે 4 ઓક્ટોમ્બરે 84 લીટર પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ વેચાયું હતું.
ગુરુવારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. અત્રે જણાવવાનું કે ચાર ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે ગયા બાદ સરકારે લોકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.50 રૂપિયા પ્રતિ લીટરના કાપની જાહેરાત કરી હતી. સરકારે ક્રુડ ઓઈલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં પણ 1.50 રૂપિયા પ્રતિ લીટર કાપ મૂક્યો હતો. જ્યારે એક રૂપિયાનો બોજ ઓઈલ કંપનીઓએ ઉઠાવ્યો હતો. જેના કારણએ કુલ 5 રૂપિયા ઘટ્યા હતાં.