દોઢ મહિનાથી ઘટતા પેટ્રોલ, ડિઝલના ભાવમાં ફરી ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
પેટ્રોલ 4 ઓક્ટોબરના રેક્રોડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. ત્યારે દિલ્હીમાં તેનો ભાવ 84 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 91.34 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝનના ભાવમાં ગુરૂવારે ફરી રાહત મળી છે. સતત 6 દિવસથી થતા ઘટાડો બુધવારે અટકાઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત કારોબારી સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. આ વાતની પ્રબળ સંભાવના છે કે આગળ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ રાહત મળશે.
ગરૂવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 41 પૈસાનો ઘટાડો થઇ 75.79 પ્રતિ લીટર થઇ ગયું છે. ત્યારે ડીઝલના ભાવમાં 30 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેની કિંમત 70.79 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. તો બીજી બાજુ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને આજે ત્યાં પેટ્રોલની કિંમત 81.50 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારે ડીઝલના ભાવમાં 32 પૈસાના ઘટાડા સાથે 74.34 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.
છેલ્લા લગભગ દોઢ મહિનામાં બ્રેંટ ક્રૂડના ભાવમાં 23 ડોલર પ્રતી બેરલથી વધારે ઘટાડો નોંધાયો છે. ક્રૂડ આઇલનો ભાવ મંગળવારે 6 ટકાથી વધારે ઘટ્યો હતો. જોકે ગત સત્રના ઘટાડા બાદ બુધવારે ક્રૂડ આઇલના ભાવમાં રિકવરી આવી છે. ગત સત્રમાં 6 ટકાથી વધારે ઘટાડા સાથે બ્રેંટ ક્રૂડના ભાવમાં લગભગ 1 વર્ષના નીચાં સ્તર પર આવી ગયું છે. અમેરિકન લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયએન્ડ એટલે કે ડબ્લ્યૂટીઆઇ મગળવારના 53 ડોલર પ્રતિ બેરલના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે આવી ગયું છે.
4 ઓક્ટોબરના રેકોર્ડ બ્રેક સ્તર પર હતું પેટ્રોલ
પેટ્રોલ 4 ઓક્ટોબરના રેક્રોડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. ત્યારે દિલ્હીમાં તેનો ભાવ 84 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 91.34 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું. આ રીતે 4 ઓક્ટોબરે ડિઝલ પણ સર્વકાલિક ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. દિલ્હીમાં આ 75.45 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 80.10 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવ 16 ઓગ્સટથી વધવાનો શરૂ થયા હતા. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 77.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લીટર પર હતું.