પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મળી રાહત, પરંતુ આ કારણે ફરી વધી શકે છે ભાવ
નવા વર્ષમાં કાચા તેલની કિંમતોમાં ઉછાળ જોવા મળ્યો છે, જેથી આગામી દિવસોમાં ભાવ વધી શકે છે.
નવી દિલ્હીઃ નવા વર્ષમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે. 1 થી 6 જાન્યુઆરી સુધી જ્યાં ચાર દિવસ કિંમતોમાં ઘટાડો થયો તો બે દિવસ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આ રીતે નવા વર્ષમાં હજુ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવના માર ગ્રાહકોને પડ્યો નથી. આજે તેલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ ડીઝલની કિંમતોમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. આ રીતે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 68 રૂપિયા 29 પૈસા રહી, તો ડીઝલ 62 રૂપિયા 16 પૈસા પર આવી ગયું છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડાનું સૌથી મોટુ કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થવો છે. પરંતુ નવા વર્ષે તેલની કિંમતોમાં ઉછાળ આવ્યો છે. ગત સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આશરે 10 ટકાનો વધારો થયો છે, તેવામાં આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઈ શકે છે.
શું છે આજે તેલની કિંમક
શહેર પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
દિલ્હી ₹68.29 ₹62.16
મુંબઈ ₹73.95 ₹65.04
નોઈડા ₹68.62 ₹61.86
કોલકત્તા ₹70.43 ₹63.93
ચંડીગઢ ₹64.59 ₹59.20
ભોપાલ ₹71.31 ₹63.38
કેમ વધી શકે છે ભાવ?
કાચા તેલના ભાવમાં વધારો થવાને કારણે ડોલરના મુકાબલે રૂપિયામા ઘટાડો થઈ શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ચડાવ-ઉતારની અસર પેટ્રોલ, ડીઝલના ભાવ પર આવે છે, તેવામાં છેલ્લા એક સપ્તાહથી કાચા તેલના ભાવમાં વૃદ્ધિ દેખાઈ રહી છે. તેનાથી પેટ્રોવ-ડીઝલ મોંઘા થઈ શકે છે. હાલમાં કાચા તેલની કિંમત 57 રૂપિયા પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.