નવી દિલ્હીઃ ચૂંટણી પૂરી થતાં સામાન્ય જનતાને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવ મતદાન સંપન્ન થયાના આગામી દિવસથી વધી રહ્યાં છે. એટલે કે 20 મેથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પરંતુ બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત રહ્યાં હતા. આ સાથે સતત નવ દિવસ સુધી વધારા બાદ 10માં દિવસે ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો આજે શું થયો ભાવમાં ફેરફાર
20 મેથી પેટ્રોલ-ડીઝના ભાવમાં થઈ રહેલો વધારો આજે અટક્યો હતો. 29 મે (બુધવાર)એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાજધાની દિલ્હીમાં બુધવારે પેટ્રોલનો ભાવ71.86 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 66.69 રૂપિયા પ્રતિ લીટર છે. 


20 મેથી ભાવમાં સતત વધારો
હકીકતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 9 દિવસથી 70 થી 80 પૈસા પ્રતિ લીટર સુધી વધી ચુક્યા છે. મહત્વનું છે કે ઈંધણના ભાવમાં 20 મેથી સતત વધારો થઈ રહ્યો હતો. લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો 19 મેએ પૂરો થયો હતો. જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓની અધિસૂચનાઓ અનુસાર પેટ્રોલમાં છેલ્લા 9 દિવસોમાં 83 પૈસા અને ડીઝલમાં 73 પૈસાનો વધારો થયો છે. 


મંગળવારે પેટ્રોલના ભાવમાં 11 પૈસાનો વધારો
મંગળવારે પેટ્રોલના ભાવમાં 11 પૈસા અને ડીઝલના ભાવમાં 5 પૈસાનો વધારો થયો હતો. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 71.86 રૂપિયા લીટર થયું હતું. જે 19 મેએ 71.03 રૂપિયા હતું. આ પ્રકારે ડીઝલનો ભાવ 19મેના 65.96 રૂપિયા લીટરથી વધીને 66.69 રૂપિયા લીટર થયો હતો.