Petrol, Diesel Latest Price: જનતાને વધુ એક ઝટકો, સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો
Petrol-Diesel Latest Price: પેટ્રોલિયમ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવો ભાવ બુધવારે સવારે છ કલાકે લાગૂ થશે.
નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થવાની સાથે હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિવસિલો શરૂ થઈ ગયો છે. તેલ કંપનીઓએ સતત બીજા દિવસે મંગળવારે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ભાવમાં આ વધારો બુધવારે સવારે છ કલાકે લાગૂ થશે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો
સૂત્રો પ્રમાણે તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ પર 80 રૂપિયા પ્રતિ લીટરે વધારો કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં સોમવારે રાત્રે પણ 80 પૈસા પ્રતિ લીટર જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ કેસર કેરી મધ્યમવર્ગને આ વખતે કડવી લાગશે, કારણ જાણીને તમે ચોક્કસ ચોંકી ઉઠશો
સતત બીજા દિવસે ભાવમાં થયો વધારો
તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનો ભાવ 80 પૈસા પ્રતિ લીટર વધારવાની જાહેરાત કરી છે. આ પહેલાં પણ સોમવારે કંપનીઓએ સોમવારે પેટ્રોલમાં 80 અને ડીઝલમાં 85 પૈસાનો વધારો કર્યો હતો. આ ભાવ આજે સવારથી લાગૂ થયા છે.
તેલ કંપનીઓએ કરી જાહેરાત
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાનું સૌથી મોટુ કારણ ક્રૂડ ઓયલના ભાવ વધારો છે. તેલ કંપનીઓનું કહેવું છે કે હાલનો ભાવ તે સમયનો છે, જ્યારે ક્રૂડ ઓયલ 80 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો હતો. આ દરમિયાન વિધાનસભા ચૂંટણીને કારણે 137 દિવસ સુધી કિંમતો વધી નહીં અને ભાવ સ્થિર થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube