નવી દિલ્હી : પેટ્રોલ ડિઝલની કિંમતો આસમાન સ્પર્શી રહી છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 80.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.83 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ચુકી છે, જે દેશનાં તમામ મેટ્રોમાં સૌથી ઓછી છે,એટલે સુધી કે રાજ્યોની રાજધાની કરતા પણ ઓછી. એવું રાષ્ટ્રીય રાજધાનીમાં ટેક્સનાં દરો ઓછા થવાનાં કારણે બન્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારનું પેટ્રો ઉત્પાદનોથી ટેક્સે કલેક્શન 4 વર્ષથી બમણુ થઇ ચુક્યું છે. વર્ષ 2014-15નાં 99184 કરોડ રૂપિયાની તુલનાએ 2017-18માં 2,29,019 કરોડ રૂપિયા સુધી પહોંચી ચુક્યું છે. બીજી તરફ રાજ્યોનાં પેટ્રો ઉત્પાદનો પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT)થી ખજાનાને 2017-18માં 1.37 લાખ કરોડ રૂપિયાની તુલનાએ વધીને 1.84 લાખ કરોડ રૂપિયા થઇ ચુક્યું છે. જો કે એવી કેટલીક નીતિઓ છે સરકાર જેને લાગુ કરીને ઉંચી કિંમતોને નીચે લાવી શકે છે. 

ઇંધણ માટે જીએસટી જેવી કર વ્યવસ્થા
હાલમાં સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 50 ટકા ટેક્સનો સમાવેશ થાય છે. બીજી તરફ જીએસટીની સૌથી ઉંચો દર 28 ટકા છે. જો સરકાર ઇંધણ માટે કોઇ અન્ય કર વ્યવસ્થા લાવે છે જેમ કે 40 ટકા સુધી ટેક્સ વાળી તો ઇંધણની કિંમતો આપો આપ ઘટવા લાગશે. 

રિટેલરને સસ્તામાં મળે ક્રૂડ
દેશની નવરતન કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ONGC) ક્રૂડની 20 ટકા જરૂરિયાતને પુરી કરે છે. વિદેશમાં કાલા તેલની કિંમતો વધવાનાં કારણે તેની કર આવક પર અસર પડી છે. જો સરકાર તેને રિટેલના ક્રૂડને ઓછી કિંમતોમાં વેચવાનું કહે તો તેનાં કારણે બજાર પર અસર પડશે. હા સરકારને કંપની પાસેથી મળનારા ડિવિડન્ડ જરૂરિય ઘઠી જશે. 

ફયૂચર ટ્રેડિંગ એટલે કે વાયદા બજાર
વાયદા વેપારમાં વસ્તુની કિંમતો પહેલાથી જ નિશ્ચિત થઇ જાય છે. સેલર અથવા બાયરને ફ્યૂચર કોન્ટ્રાક્ટ અંતર્ગત નિશ્ચિત કિંમત પર જ સોદા કરવાનાં હોય છે. જો પેટ્રોલ અને ડીઝલમાં વાયદાનો વેપાર ચાલુ થઇ જાય તો ગ્રાહકોને ભવિષ્યમાં જરૂરિયાત અનુસાર નિશ્ચિત કિંમત પર પેટ્રોલ અથવા ડીઝલ મળી શકે છે. ઉદાહરણ તરીકે જો ગ્રાહકને એક મહીના બાદ પેટ્રોલ અથવા ડીઝલની જરૂર હોય તો તે તે તારીખની ઇંધણની કિંમત નિશ્ચિત કરી શકે છે પછી તે તે દિવસની કિંમત કરતા વધારે પણ હોઇ કે ઓછી પણ હોય.તેમણે એક મહીના પહેલા જે કિંમત નિશ્ચિત થઇ છે તેના આધારે જ પેટ્રોલ - ડીઝલની કિંમતો ચુકવવી પડશે. વધતી કિંમતોના કારણે તેમના ફ્યૂચર કોન્ટ્રાક્ટ પ્રભાવિત નહી થાય. તેલ મંત્રાલય ઇંધણમાં વાયદા વેપારીઓને પરવાનગી આપી ચુક્યું છે પરંતુ બજાર નિયામક સેબીએ હજી સુધી તેને મંજુરી આપી નથી. 

ક્રૂડ પર ડિસ્કાઉન્ટની માંગ
તેલ આયાતક દેશના સંઘ ઓપેક એશિયન દેશોને ઉંચી કિંમતે તેલ વેચે છે જ્યારે પશ્ચિમી દેશોને નીચી કિંમતે વેચે છે.તેણે એશિયન પ્રીમિયમ નામ આપ્યું છે. મોદી સરકાર આ મુદ્દે ઓપેક સમક્ષ વિરોધ નોંધાવવા માટે એશિયન દેશોને પોતાની સાથે લાવવાનાં પ્રયાસો કરી રહી છે. જો એક સાથે ઘણા એશિયન દેશો માંગ કરે તો ઓપેકે ડિસ્કાઉન્ટ આપવું જ પડશે.