નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલ પર સામાન્ય લોકોને રાહત આપી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટેલી કિંમત આજથી લાગૂ થઈ ગઈ છે. મે 2022 બાદ પ્રથમવાર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર તયો છે. આ ગટાડા સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા રહી ગઈ છે. આ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત હવે 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લીટર રહી હઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લે 22 મે 2022ના ફેરફાર થયો હતો. જ્યારે કેન્દ્ર સરકારે તેના પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. આ દરમિયાન કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતમાં ભારે ઉતાર-ચઢાવ આવ્યો હતો પરંતુ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલ કંપનીઓ કમાઈ રહી છે નફો
રેટિંગ એન્જસી ઇફ્રાના રિપોર્ટ અનુસાર સરકારી તેલ વિતરણ કંપનીઓએ જાન્યુઆરી 2024માં પેટ્રોલ પર 11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર છ રૂપિયા પ્રતિ લીટરનો નફો કમાયો છે. સપ્ટેમ્બર 2023 પહેલા તેલ કંપનીઓની સ્થિતિ ઠીક રહી નથી, પરંતુ સપ્ટેમ્બર 2023 બાદથી પેટ્રોલ પર અને નવેમ્બર 2023થી ડીઝલ પર માર્જિન સુધર્યું છે. સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ પર ચાર મહિનાથી અને ડીઝલ પર છેલ્લા બે મહિનાથી સારી કમાણી કરી રહી છે. 


આ પણ વાંચોઃ 23 પૈસાથી 10 રૂપિયાને પાર થયો આ શેર, 4 વર્ષમાં 1 લાખના બની ગયા 44 લાખ


તેલ કંપનીઓ પર ઘટાડાનો દબાવ
પ્રમુખ સરકારી તેલ કંપનીઓની દેશમાં વેચાનાર કુલ પેટ્રોલ-ડીઝલની બજાર ભાગીદારી આશરે 90 ટકા છે. આ કંપનીઓએ છેલ્લા 22 મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં લગભગ કોઈ ફેરફાર કર્યો નથી. 


ઘણા દેશોથી ખરીદ્યું સસ્તું તેલ
ઘણા દેશોના પેટ્રોલ અને ડીઝલના ભાવનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યુ કે ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધુ વધારો થયો નથી, પરંતુ ઘટાડો થયો છે. 


આ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા ચેલની કિંમતમાં શરૂઆતી કારોબારમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે શરૂઆતી કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ 0.17 ડોલર એટલે કે 0.20 ટકા પ્રતિ બેરલના ઘટાડા સાથે 85.25 ડોલર પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ રીતે ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ પણ 0.13 ડોલર એટલે કે 0.16 ટકાના ઘટાડા સાથે 81.13 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું હતું.