ખુશખબર...બે અઠવાડિયા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો
દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલના ભાવમાં ફરી 13 પૈસાનો વધારો થયો છે અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો વધારો થયો છે. જોકે આગામી દિવસોમાં સારા સમાચાર મળવાની આશા સેવાઇ રહી છે. બે સપ્તાહ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
નવી દિલ્હી : વિદેશમાં ક્રુડ ઓઇલ સસ્તુ હોવા છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલના ભાવમાં ફરી 13 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 11 પૈસાનો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાનીમાં પેટ્રોલ 81 રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલ 73.08 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે. જોકે એક રિપોર્ટમાં આગામી દિવસોમાં સારા સમાચાર મળવાની આશા વ્યક્ત કરાઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં થતા વધઘટની અસર એના બે સપ્તાહ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં જોવા મળે છે. ક્રુડ ઓઇલ બુધવારે મે માસ બાદ સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યું હતું.
ઉર્જા વિશેષજ્ઞ નરેન્દ્ર તનેજાના જણાવ્યા અનુસાર, વૈશ્વિક કક્ષાએ વધઘટને કારણે ક્રુડ ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી વર્ષે ક્રુડ ઓઇલની માંગ ઓછી રહેવાની શક્યતા છે. જેને લીધે ભાવમાં ઘટાડો છે. પરંતુ હાલમાં ભાવ વધુ ઘટવાની કોઇ શક્યતા નછી. જોકે અમેરિકામાં ક્રુડ ઓઇલના ભંડારમાં ઘટાડો થયો છે. બ્રેંટ ક્રુડનો નવેમ્બર માસનો વાયદો ગુરૂવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર 0.58 ટકાના ઘટાડા સાથે 79.28 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. જે બુધવારે 80 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યો હતો.
69.90 ડોલર પ્રતિ બેરલ
અમેરિકી લાઇટ ક્રુડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ એટલે કે ડબલ્યૂટીઆઇ 0.67 ટકાના ઘટાડા સાથે 69.90 ડોલર પ્રતિ બેરલ કિંમત ટકી રહી હતી. જોકે ડબલ્યૂટીઆઇ બુધવારે 70 ડોલરને પાર કરી ગયો હતો. સ્થાનિક વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સપ્ટેમ્બર ડિલીવરી ક્રુડ ઓઇલનો વાયદો બુધવારે 31 રૂપિયા એટલે કે 0.61 ટકાના વધારા સાથે 5,075 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. જ્યારે દિવસ દરમિયાન વાયદા બજારમાં 5140 રૂપિયા પ્રતિ બેરલ ભાવ થયો હતો. ગણેશ ચતુર્થીની રજા હોવાને કારણે ગુરૂવારે એમસીએક્સ એક દિવસ માટે વેપાર બંધ રહેશે.
જાણકારોએ કહ્યું- હાલ ઘટાડો અસ્થાયી
એજેંલ બ્રોકિંગના ઉર્જા વિશ્લેષક તથા વાઇસ પ્રેસિડેંટ અનુજ ગુપ્તાએ 'આઇએએનએસ' સાથે વાતચીતમાં કહેવામાં આવ્યું કે ઓઇલ ભંડારને લઇને જે પ્રતિક્રિયા આવવાની હતી તે બુધવારે પહેલાં જ આવી ગઇ હતીહતી અને હાલ નરમાઇ અસ્થાઇ છે પછી ઝડપથી સંભાવના બની ગઇ છે. તેમણે કહ્યું કે અમેરિકન પ્રતિબંધના લીધે ઓઇલની આપૂર્તિ ઓછી થતાં અને સતત ઓઇલના ભંડાર ઘટવાથી ઓઇલના ભાવને સપોર્ટ મળી રહ્યો છે. ગુપ્તાએ કહ્યું કે ઓપેક દેશો વચ્ચે જો આગળ ઓઇલનું ઉત્પાદન વધવાને લઇને સહમતિ બનશે તો ઓઇલના ભાવ નરમાઇ આવશે.
સાઉદી અરબ ઓઇલ ઉત્પાદન વધારશે ત્યારે થશે કરિશ્મા
જ્યાં સુધી સાઉદી અરબ ઓઇલનું ઉત્પાદન નહી વધારે ત્યાં સુધી આપૂર્તિ પર દબાણ રહેશે કારણ કે અમેરિકન પ્રતિબંધના કારણે ઇરાનથી ઓઇલની આપૂર્તિ સતત ઘટી રહી છે. અમેરિકી એજન્સી એનર્જી ઇંફોર્મેશન એડમિનિસ્ટ્રેશન એટલે કે બુધવારે રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ઓઇલના ભંડાર સાત સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ સમાપ્તને 53 લાખ બેરલ ઘટીને 39.62 કરોડ બેરલ રહી ગયું.
2019માં ઓઇલની દરરોજની માંગ 14.1 લાખ બેરલ વધશે
બીજી તરફ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ એટલે કે ઓપેકે 2019માં ઓઇલની માંગને લઇને પોતાના અનુમાનમાં ગત મહિનાથી 20,000 બેરલની કપાત કરી છે. ઓપેકની આ મહિનાના રિપોર્ટ અનુસાર 2019માં ઓઇલની દરરોજની માંગ 14.1 લાખ બેરલ વધી શકે છે.
ઇનપુટ આઇએનએસ માંથી