નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol Diesel Prices)રાહત મળવાની આશા છે. ભારત સરકાર કેટલાક ઉત્પાદકો પર ટેક્સ ઘટાડી શકે છે. રિટેલ ફુગાવાને (Retail Inflation) ને ઘટાડવામાં મદદની આરબીઆઈની ભલામણ પર સરકાર આ નિર્ણય લઈ શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. પરંતુ કોઈ નિર્ણય ફેબ્રુઆરી મહિનાના મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ લેવામાં આવશે. જાન્યુઆરી 2023માં ભારતનો વાર્ષિક રિટેલ ફુગાવાનો દર વધીને 6.52 ટકા રહ્યો છે. તે ડિસેમ્બર 2022માં 5.72 ટકા હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધી શકે છે ખાવાની વસ્તુના ભાવ
આ મામલામાં જાણકારી રાખનાર એક સીનિયર સૂત્રએ કહ્યું- ફુડ ઈન્ફ્લેશન (Food Inflation) ઉચ્ચ રહી શકે છે. દૂધ, મકાઈ અને સોયાબીન ઓયલની કિંમતોમાં આવનારા સમયમાં મોંઘવારીની ચિંતા વધારી શકે છે. સોર્સે કહ્યું- સરકાર મકાઈ જેવા ઉત્પાદકો પર આયાત શુલ્ક ઘટાડવા તરફ જોઈ રહી છે. તેના પર 60 ટકા બેસિક ડ્યૂટી છે. નાણામંત્રાલય અને આરબીઆઈએ તેના પર હજુ કોઈ ટિપ્પણી કરી નથી. 


આ પણ વાંચોઃ Gold Price Today: સોનાના ભાવમાં રેકોર્ડતોડ ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવી કિંમત


ફ્યૂલ પર પણ ઘટી શકે છે ટેક્સ
ફ્યૂલ પર ટેક્સ (Tax on Fuel)ને ફરી ઘટાડી શકાય છે. ક્રૂડ ઓયલની વૈશ્વિક કિંમતો (Crude Oil Prices) પાછલા મહિને ઘટીને અને હવે સ્થિર છે. બુધવારે બપોરે બ્રેન્ડ ઓયલ ફ્યૂચર્સ ઘટાડા સાથે 84.32 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. ફ્યૂલ કંપનીઓએ ઘટેલી આયાત કિંમતોનો ફાયદો હજુ સુધી ગ્રાહકોને આપ્યો નથી કે કંપનીઓ હજુ સુધી પોતાની જૂની ખોટને ભરપાઈ કરવામાં લાગેલી હતી. 


ભારત તેલને આયાત કરે છે
ભારત પોતાની તેલ જરૂરીયાતના બે-તૃતિયાંશથી વધુ આયાત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડાથી પંપ ઓપરેટર્સ પર રિટેલ ગ્રાહકો માટે કિંમતો ઘટાડવાનો દબાવ વધશે. તેનાથી મોંઘવારી ઘટાડવામાં મદદ કરશે.


આ પણ વાંચોઃ FD પર આ બેંકો આપી રહી છે સૌથી વધુ વ્યાજ, 'અદાણી-અંબાણી' અહીંથી જ કમાય છે રૂપિયા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube