નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલના ભાવમાં નાગરિકોને જેટલી રાહત મળે છે તેટલી આજદિન સુધી ક્યારેય મળી નથી. રોજ સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે લોકોમાં ખુશી છવાયેલી રહે છે. ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે સતત 13મા દિવસે ભાવ ઘટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થતાં સ્થાનિક સ્તરે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. મંગળવારે 13મા દિવસે પેટ્રોલમાં 21 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 66.39 રૂપિયે લિટર થઈ ગયોછે. કોલકાત્તામાં પેટ્રોલનો ભાવ 73.75 રૂપિયા લિટરે પહોંચ્યો છે, તો મુંબઈમાં ભાવ 77.29 રૂપિયા પ્રતિ લિટર થયો છે. 


એન્જલ બ્રેકિંગ હાઉસના ડેપ્યુટી વાઈસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તા (રિસર્ચ કોમોડિટી તેમજ કરન્સી)ની માનીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેમ કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં 3 ઓક્ટોબર બાદ અંદાજે 27 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે. તો ઈન્ડિયન ઓઈલનુ કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલનો ભાવ નક્કી કરતા સમયે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગત 15 દિવસનું અંદાજિત મૂલ્ય અને સાથે જ ડોલરના મુકાબલે રૂપિયાનું વિનિમય દરને ગણતરીમાં લેવામાં આવ્યુ છે.


આંકડા અનુસાર, 16 ઓગસ્ટથી 4 ઓક્ટોબર દરમિયાન પેટ્રોલ 6.86 રૂપિયા પ્રતિ લિટર તથા ડીઝલ 6.73 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું હતું. પેટ્રોલિયમ ક્ષેત્રોના જાણકારો અનુસાર, પેટ્રોલિયમ આયાતક દેશોનું સંગઠન ઓપેકની આગામી 6 ડિસેમ્બરના રોજ મહત્વની બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં તેલનું ઉત્પાદન ઓછું કરવાને લઈને નિર્ણય લઈ શકાય છે. જો આવું થયું તો કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફરીથી વધવાની શક્યતા છે. તેનાથી 6 ડિસેમ્બર બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે છે.