નવી દિલ્હી: પેટ્રોલ (Petrol price today) અને ડીઝલ (Diesel Price Today)ના ભાવમાં રવિવારે સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આ દેશના તમામ મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં લગભગ 17 પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો નોધાયો છે જ્યારે ડીઝલ લગભગ 16 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. ભાવમાં આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 75.09 પૈસા પર પહોંચી ગયો છે તો બીજી તરફ ડીઝલ 68.45 રૂપિયા પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારેય મહાનગરોમાં આ છે ભાવ
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટના અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ઘટીને ક્રમશ: 75.09 રૂપિયા, 77.68 રૂપિયા અને 78.02 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તો બીજી તરફ ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને ક્રમશ: 68.45  રૂપિયા, 70.81 રૂપિયા, 71.78 રૂપિયા અને 72.34 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. 


સવારે 6 વાગે જાહેર થાય છે નવા ભાવ
તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ IOC, BPCL અને HPCLના પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધ-ઘટ થાય છે. પેટ્રોલ-ડીઝલના નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગૂ થઇ જાય છે. તેની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન સબ કમીશન એડ કર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.  


આ પ્રકારે જાણો પોતાના શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
ઓઇલ માર્કેટિંગકંપનીઓ સવારે 06 વાગે ભાવ જાહેર કરે છે. સવારે 6 વાગ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ચેક કરવા માટે તમે 92249 92249 નંબર પર sms મોકલીને ભાવ જાણી શકો છો. તેના માટે તમારે RSP<સ્પેસ> પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર મોકલવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube