નવી દિલ્હી: પેટ્રોલના વધતા જતા ભાવથી સામાન્ય માણસ પરેશાન છે. આવી સ્થિતિમાં મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઇથેનોલ મિક્સ્ડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ હેઠળ ઇથેનોલ પરનો GST દર 18% થી ઘટાડીને 5% કર્યો છે. તમને જણાવી દઇએ કે EBP પ્રોગ્રામ હેઠળ પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવે છે. પેટ્રોલ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર નક્કી કરે છે ઇથેનોલનો દર
તમને જણાવી દઈએ કે સરકારે 2014થી ઈથેનોલના દર જાહેર કર્યા હતા. 2018માં પ્રથમ વખત સરકારે ઇથેનોલ બનાવવા માટે વપરાતા કાચા માલના આધારે ઇથેનોલનો દર નક્કી કર્યો હતો. પબ્લિક સેક્ટરની ઓઇલ કંપનીઓ દ્વારા ઇથેનોલની ખરીદીમાં પણ વધારો થયો છે. ઇથેનોલ સપ્લાય વર્ષ (ISY) 2013-14માં 38 કરોડ લિટરથી વધીને હાલ ISY વર્ષ 2020-21માં 350 કરોડ લિટરથી વધુ થઈ ગયું છે.

ટીચરે કહ્યું- 'બોયફ્રેંડ બની શકું? લગ્ન કરીશ...' વિદ્યાર્થીનીને મોકલ્યા અશ્લીલ મેસેજ


શેરડીમાંથી બનાવવામાં આવે છે ઈથેનોલ
સરકાર શેરડી આધારિત ફીડસ્ટોક જેમ કે C&B હેવી molasses, શેરડીનો રસ, ખાંડ, ખાંડની ચાસણીમાંથી ઉત્પાદિત ઇથેનોલની ખરીદ કિંમત નક્કી કરે છે. આ સાથે, અનાજ-આધારિત ફીડસ્ટોકમાંથી ઉત્પાદિત ઇથેનોલની ખરીદ કિંમત પબ્લિક સેક્ટરની માર્કેટિંગ કંપનીઓ દ્વારા વાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવે છે. સરકારે દેશમાં ખાંડના ઉત્પાદનને મર્યાદિત કરવા અને ઇથેનોલના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેમાં ઇથેનોલ ઉત્પાદન માટે ભારે શીરો, શેરડીનો રસ, ખાંડ અને ખાંડની ચાસણીને બદલવાની મંજૂરી આપવામાં આવી છે.

Video: દુલ્હને પોતાના લગ્નમાં કર્યો અશ્લીલ ડાન્સ, જોઇને સંબંધીઓના ઉડી ગયા હોશ!


પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાથી ઓછું થાય છે પ્રદૂષણ
ઉલ્લેખનીય છે કે, સરકારે ગયા મહિને  પેટ્રોલમાં મિક્સ કરવા માટે શેરડીમાંથી કાઢવામાં આવતા ઇથેનોલના ભાવમાં 1.47 રૂપિયા પ્રતિ લિટરે વધારો કર્યો હતો. ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે આ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર કહે છે કે પેટ્રોલમાં વધુ ઇથેનોલ ઉમેરવાથી પ્રદૂષણ પણ ઘટે છે અને ખેડૂતોને અલગથી આવક મેળવવાનો માર્ગ મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube