Petrol Price today : આ વર્ષે સૌથી મોંઘું છે પેટ્રોલ, જાણો કયા ભાવે મળી રહ્યું છે ડીઝલ
જો તમે પેટ્રોલ-ડીઝલના ભાવ SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડીયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને BPCL ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ HPCL ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકો છો.
નવી દિલ્હી: શુક્રવારે ક્રિસમસ હોવાથી દુનિયાભરમાં બજાર બંધ રહ્યા. જોકે આ સતત 19મા દિવસે શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price)માં કોઇ ફેરફાર થયો નથી. દિલ્હીનો ભાવ શનિવારે પણ પેટ્રોલ 83.71 રૂપિયા પર જ્યારે ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર પર ટકી રહ્યા.
જો તમે પેટ્રોલ-ડીઝલના ભાવ SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડીયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને BPCL ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ HPCL ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકો છો.
તમારી ટ્રેન લેટ છે એટલે કેન્સલ? WhatsApp પર આ રીતે મળશે જાણકારી
આ મહિનાની શરૂઆતમાં પેટ્રોલના ભાવમાં દિલ્હી (Delhi Petrol Price)માં 30 પૈસા, કલકત્તા (Kolkata Petrol Price) અને મુંબઇ (Mumbai Petrol Price)માં 29 પૈસા જ્યારે ચેન્નઇ (Chennai Petrol Price)માં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં દિલ્હી (Delhi Diesel Price) અને કલકત્તા (Kolkata Diesel Price)માં 26 પૈસા પ્રતિ લીટર જ્યારે મુંબઇ (Mumbai Diesel Price)માં 28 પૈસા અને ચેન્નઇ (Chennai Diesel Price)માં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
ઇન્ડીયન ઓઇલ (India Oil)ની વેબસાઇટના અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 83.71 રૂપિયા, 85.19 રૂપિયા, 90.34 રૂપિયા અને 86.51 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે.
દિલ્હીમાં ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. મુંબઇમાં ડીઝલનો ભાવ 80.51 પ્રતિ લીટર જ છે, કલકત્તામાં પણ ડીઝલના ભાવ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઇમાં ડીઝલ 79.21 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરરોજ સવારે 6 વાગે ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા ભાવ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને નય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણું થઇ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube