ભારતમાં 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ Petrol ની કિંમત, જાણો ક્યા દેશમાં સૌથી સસ્તું છે પેટ્રોલ
દેશમાં આજે પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગઈ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 100.07 રૂપિયા પ્રતિ લીટરની કિંમત પર પેટ્રોલ મળી રહ્યું છે. તો પાકિસ્તાનમાં તેની કિંમત અડધી છે.
નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલ (Petrol-diesal) ના ભાવ ગ્રાહકોની કમર તોડી રહ્યાં છે. લાંબા સમયથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જલદી ભારતમાં પેટ્રોલના ભાવ બે આંકડાને પાર કરતા સદી લગાવી શકે છે. તો આજે દેશમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી ગઈ છે. આજે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.
દેશમાં સતત વધતા પેટ્રોલના ભાવ પોતાના પાડોશી દેશ પાકિસ્તાનથી પણ આગળ નિકળી ચુક્યા છે. પાકિસ્તાનમાં ભારતના મુકાબલે અડધી કિંમત પર પેટ્રોલ મળી રહ્યું છે. અહીં ગ્રાહકોએ એક લીટર પેટ્રોલ માટે માત્ર 51.14 રૂપિયાની ચુકવણી કરવી પડી રહી છે. તો ચીનમાં પેટ્રોલની કિંમત 74.74 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ પર Nitin Gadkari નો મોટો સંકેત! જાણો શું કરવાની છે સરકાર?
ક્યાં છે સસ્તું પેટ્રોલ
એક તરફ ભારતમાં પેટ્રોલના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે, તો કેટલાક દેશ એવા પણ છે જ્યાં પેટ્રોલની કિંમત એટલી ઓછી છે જેને જાણીને તમે ચોંકી જશે. હકીકતમાં વેનેજુએલામાં પેટ્રોલની કિંમત 1.45 રૂપિયા પ્રતિ લીટર છે. તો ઈરાનમાં 4.50 રૂપિયા પ્રતિ લીટરના દરે પેટ્રોલ મળી રહ્યું છે. આ સાથે અંગોલામાં 17.82 રૂપિયા પ્રતિ લીટર, અલ્જરિયામાં 25.15 રૂપિયા પ્રતિ લીટર અને કુવૈતમાં 25.26 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલની કિંમત છે.
ભારતના પાડોશી દેશોમાં પેટ્રોલની કિંમત
તો ભારતના પાડોશી દેશો ભૂટાનમાં 49.56 રૂપિયા પ્રતિ લીટર, પાકિસ્તાનમાં 51.14 રૂપિયા પ્રતિ લીટર, બાંગ્લાદેશમાં 76.41 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે પેટ્રોલ મળી રહ્યું છે. હાલ ભારતની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા પ્રતિ લીટર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube