નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે સતત સાતમા દિવસે ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત થોડા દિવસોથી ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી નરમાઇ બાદ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગ્રાહકોને ખૂબ રાહત મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 73.57 રૂપિયા, 775.57 રૂપિયા, 79.12 રૂપિયા અને 76.35 રૂપિયા પ્રતિ લિટર નોંધવામાં આવ્યો હતો. ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશ: 68.49 રૂપિયા, 70.34 રૂપિયા, 71.71 રૂપિયા અને 72.34 રૂપિયા પ્રતિ લિટર નોંધવામાં આવી. 


તમને જણાવી દઇએ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગત એક મહિનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ છે. ત્રણ ઓક્ટોબર બાદ બ્રેંટ ક્રૂડમાં 30 ટકાથી વધુ જ્યારે અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇંટરમીડિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના ભાવમાં 33 ટકા ઘટાડો આવ્યો છે. 


ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટરનો કાપ કર્યો, જ્યારે કલકત્તામાં 49 પૈસા અને ચેન્નઇમાં 53 પૈસા પ્રતિ લીટર. ડીઝલ બુધવારે દિલ્હી અને કલકત્તામાં 40 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું, જ્યારે મુંબઇમાં 42 પૈસા અને ચેન્નઇમાં 43 પૈસા પ્રતિ લીટર.


દિલ્હીમાં અત્યાર સુધી 10 રૂપિયા ઘટ્યા પેટ્રોલના ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 10 રૂપિયાથી વધુ છે. ચાર ઓક્ટોબરને દિલ્હીમાં પેટ્રોલ 84 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર જતો રહ્યો હતો. તો બીજી તરફ ડીઝલના ભાવ દિલ્હીમાં 17 ઓક્ટોબરના રોજ 75.69 રૂપિયા પ્રતિ લીટરના ઉચ્ચ સ્તર ગયા બાદ સાત રૂપિયાથી વધુ ઓછા થયા છે. પેટ્રોલના ભાવમાં કાપ ગ્રાહકોને મોટી રાહત આપી રહ્યો છે. મોંઘવારી દર વધુ નીચે આવશે જેનો ફાયદો લોન લેનાર ગ્રાહકોને મળશે. આરબીઆઇ વ્યાજ દરોમાં વધારો કરશે નહી. 


બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આ અઠવાડિયે તેજી દેખાઇ રહી છે. જોકે બ્રેંટ ક્રૂડનો ભાવ બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં 61 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ 52 ડોલર પ્રતિ બેરલ હતો.