સતત 13મા દિવસે પેટ્રોલના ભાવ ઘટ્યા, 70ની સપાટીએ પહોંચી શકે છે પેટ્રોલ
મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.55 રૂપિયા પ્રતિ લીટર થઇ હતી. જ્યારે ડીઝલની કિંમત 73.78 રૂપિયા પ્રતિ લીટર થઇ હતી.
નવી દિલ્હી: સતત 13મા દિવસે સામાન્ય જનતા માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે..જેનાં ભાગરૂપે પેટ્રોલમાં 20 પૈસા અને ડીઝલમાં 7 પૈસા પ્રતિ લિટરનો ભાવઘટાડો નોંધાયો છે. સતત ભાવઘટાડાને લીધે જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી બાજુ પેટ્રોલનો ભાવ 70 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચે તેવી આશા લોકો રાખી રહ્યાં છે.
દેશામાં સતત ઘટી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય જનતાને રાહત મળી રહી છે. મંગળવારે પણ સતત 13માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોધાયો હતો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 20 પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી પેટ્રોલની કિંમતમાં 79.55 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવોમા 20 પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. જેથી અહિં ડિઝલના ભાવ 73.85 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
વઘુ વાંચો...બે અઠવાડિયામાં સૌથી નીચા સ્તર પર આવ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
મુંબઇમાં પણ મંગળવારે પેટ્રોલ 20 પૈસાનો ભાવોમાં ઘટાડો આવ્યો છે. જેથી અહિં પેટ્રોલના ભાવ ઘટીને 85.04 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ 08 પૈસાનો ઘટા઼ડો આવ્યો છે. જેથી અહિં ડીઝલનો ભાવ 77.32 રૂપિયા પ્રતિ લીટર થયો છે. મહત્વનું છે, કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત 13 દિવસથી ઘટાડો આવી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 3.28 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. જ્યારે આ દરમિયાન ડિઝલના ભાવોમાં પણ 1.89 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો છે.
4 ઓક્ટોબરે પેટ્રોલ 84 રૂપિયે લીટર અને ડીઝલ 75.45 રૂપિયે લીટરની રેકોર્ડ ઉચાઇ પર પહોચ્યા હતા. એજ દિવસે સરકારે ક્રુડ ઉત્પાદક ખર્ચમાં 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ સિવાય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલીયમ કંપનીઓને પણ ક્રુડની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું હતું.
એક અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ત્યારબાદ પેટ્રોલના ભાવ ઘટીને 81.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.95 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા. પરંતું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો આવવના કારણે 16 ઓક્ટોબર સુધીમાં પેટ્રોલ 82.83 રૂપિયા પ્રતી લીટર અને ડીઝલ 75.69 રૂપિયા પ્રતિ લીટર પર પહોચ્યો હતો. પરંતું 18 ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડના ભાવોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. તથા રૂપિયા પણ મજબૂત થઇ રહ્યો છે.