નવી દિલ્હી: Petrol Price Today: વધતી મોંઘવારી વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં જનતાને મોટી રાહત મળી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લેતા રાજ્યમાં પેટ્રોલ પર વેટ ઘટાડ્યો છે. જેનાથી દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થઈ ગયું છે. નવા ભાવ આજ રાતથી જ લાગુ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સરકારનો મોટો નિર્ણય
સરકાર તરફથી  VAT (Value Added Tax) ને 30% થી ઘટાડીને 19.40 ટકા કરવામાં આવ્યો છે. જેનાથી દિલ્હીમાં પેટ્રોલના  ભાવ હાલ લગભગ 103.97 રૂપિયા છે જે ઘટીને 95.97 રૂપિયા થઈ જશે. અત્રે જણાવવાનું કે દિલ્હી સરકારે આજે કેબિનેટ બેઠકમાં પેટ્રોલ પર લાગતા વેટને ઘટાડવાના નિર્ણય પર મહોર મારી દીધી. 


કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
દિલ્હી સરકારે આજે કેબિનેટ બેઠકમાં પેટ્રોલ પર લાગતા વેટને ઘટાડવાના નિર્ણય પર મહોર મારી દીધી. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે દિવાળીના અવસરે લોકોને મોટી રાહત આપતા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ અનેક રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો હતો. આ જ ક્રમમાં દિલ્હી સરકારે પણ આજે આ પગલું ભર્યું. 


December ના પહેલા જ દિવસે મોંઘવારીનો જબરદસ્ત ઝટકો! LPG સિલિન્ડરના ભાવમાં મસમોટો વધારો


દિલ્હીમાં હાલ પેટ્રોલનો ભાવ એક લીટરના 103.97  રૂપિયા છે. જ્યારે નોઈડામાં એક લીટર પેટ્રોલના 95.51 અને ગુરુગ્રામમાં 95.90 રૂપિયા છે. આ કારણસર મોટાભાગના ગ્રાહકો યુપી અને  હરિયાણામાં ફ્યૂલ ભરાવવા જતા હતા. 


હાય હાય..પત્ની ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી પતિને ખવડાવતી હતી, પછી જે થયું જાણી હચમચી જશો


મોદી સરકારે આપી રાહત
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે દિવાળી ટાણે જનતાને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટી ક્રમશ પાંચ અને દસ રૂપિયા ઘટાડી હતી. જેના કારણે ફ્યૂલના ભાવમાં ઘટાડો થયો. ત્યારબાદ અનેક રાજ્યોની સરકારોએ પોતાના ત્યાં પેટ્રોલ ડીઝલ પર લાગતા વેટને ઓછું કર્યું હતું. જેમાં પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢની સરકારો પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube