ઝી મીડિયા/બ્યૂરો :કાચા તેલના બજારમાં તેજી યથાવત છે. ગત બે મહિનામાં ક્રુડ ઓઈલ (Crude Oil Prices) 19 ટકા ઉપર ચઢી ગયુ છે. તેની અસર દુનિયાભરના પેટ્રોલ-ડીઝલના માર્કેટ પર પડી રહી છે. તેની આગ ઘરેલુ પેટ્રોલ બજાર પર થઈ રહી છે. આજે ફરી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. સતત ત્રીજા દિવસે પેટ્રોલ ડીઝલ  (Petrol Diesel) ના ભાવમાં વધારો થયો છે. દિલ્હીના બજારમાં શુક્રવારે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પ્રતિ લીટર 35 પૈસા મોંઘુ થઈને 106.89 રૂપિયા પર પહોંચી ગયુ છે. તો ડીઝલ પર પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થતા 95.62 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 19 દિવસોમાં 5.70 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ
ગત મહિનાની 28 તારીખે પેટ્રોલ (petrol price) 20 પૈસા મોંઘુ થયુ હતું. તો ડીઝલ પણ 25 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. હકીકતમાં, ગત મહિનાના અંતિમ દિવસોથી પેટ્રોલમાં ભાવ વધારો થવાની શરૂઆત થઈ, જે આજે પણ યથાવત છે. હાલ કાચા તેલ (Crude Oil Prices) ની કિંમતો 85 ડોલરને પાર પહોંચી ગયુ છે. તેથી તમામ પેટ્રોલિયમ પદાર્થો મોંઘા થઈ રહ્યાં છે. પેટ્રોલની કિંમતો પર નજર કરીએ તો, 19 દિવસોમાં તે 5.70 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 


આ પણ વાંચો : તમારી ગર્લફ્રેન્ડને ગાંધીનગરમાં ફરતા લઈ જતા પહેલા સાવધાન, કુંવારા રહી ગયેલા યુવકે એવો ત્રાસ મચાવ્યો કે...


22 દિવસોમાં 7 રૂપિયા મોંઘુ થયુ ડીઝલ
પેટ્રોલની સરખામણીમાં ડીઝલ (diesel price) નું માર્કેટ વધુ તેજ થયુ છે. બિઝનેસ એન્ગલથી જોઈએ તો પેટ્રોલની સરખામણીમાં ડીઝલ વધુ મોંઘુ પડતુ હોય છે. પરંતુ ભારતમાં ખૂલેલા બજારમાં પેટ્રોલ મોંઘુ વેચાય છે અને ડીઝલ સસ્તુ વેચાય છે. ગત 24 સપ્ટેમ્બરથી જે રીતે ડીઝલના ભાવમાં આગ લાગવાની શરૂઆત થઈ છે, તે રફ્તાર હજી સુધી થંભી નથી. ગત 22 દિવસોમાં તે 7 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 


સીએનજીમાં પણ ભાવવધારો
સીએનજી ગેસની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. 18 ઓક્ટોબરના રોજ સીએનજીમાં દોઢ રૂપિયાનો વધારો થતાં થતાં સીએનજીનો ભાવ 62.99 એ પહોંચી ગયો છે. સીએનજીમાં પણ સતત ભાવ વધારો થઇ રહ્યો છે.