નવી દિલ્હીઃ Petrol Diesel Price: ભારતના લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ લગભગ દરરોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે. 1 ઑક્ટોબર 2021 થી 31 ઑક્ટોબર 2021 સુધીમાં પેટ્રોલની સરેરાશ કિંમતમાં લગભગ 8 રૂપિયાનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબર મહિનામાં જ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 7.45 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 1 ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.89 રૂપિયા પ્રતિ લિટર હતી, જ્યારે 31 ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા પ્રતિ લિટર હતી. આવો એક નજર કરીએ દેશના 4 મહાનગરોમાં ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર.


31 ઓક્ટોબર પેટ્રોલ/ ડીઝલ પ્રાઈઝ


શહેર પેટ્રોલ (રૂપિયા/ પ્રતિ લિટર) ડીઝલ (રૂપિયા/ પ્રતિ લિટર)
દિલ્હી 109.34 98.07
મુંબઇ 115.15 106.23
કોલકાતા 109.79 101.19
ચેન્નાઈ 106.04 102.25

1 ઓક્ટોબર પેટ્રોલ/ ડીઝલ પ્રાઈઝ


શહેર પેટ્રોલ (રૂપિયા/ પ્રતિ લિટર) ડીઝલ (રૂપિયા/ પ્રતિ લિટર)
દિલ્હી 101.89 90.17
મુંબઇ 107.95 97.84
કોલકાતા 102.47 93.27
ચેન્નાઈ 99.68 94.74

અન્ય દેશોમાં સસ્તું પેટ્રોલ
તમે જાણીને ચોંકી જશો કે વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતા ટોપ-10 દેશોમાં આ સમયગાળા દરમિયાન માત્ર 3 થી 40 પૈસાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો ભલે વધી રહી હોય, પરંતુ શ્રીલંકા અને નેપાળ જેવા આપણા ગરીબ પાડોશી દેશોમાં પેટ્રોલ મોંઘુ થવાને બદલે સસ્તું થઈ ગયું છે.


તમારી પુત્રીને ક્યારેય નહીં પડે રૂપિયાની ખોટ, માત્ર 416 રૂપિયાના નિવેશથી મેળવો 65 લાખ રૂપિયા!


પાકિસ્તાનમાં કેટલો થયો વધારો?
વેબસાઇટ globalpetrolprices.com દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત (25 ઓક્ટોબર 2021) માત્ર 59.27 ભારતીય રૂપિયા હતી. જ્યારે 21 દિવસ પહેલા 4 ઓક્ટોબરે અહીં પેટ્રોલ 55.61 ભારતીય રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું હતું. એટલે કે, જો તમે બંને વચ્ચેનો તફાવત જુઓ છો, તો 3 અઠવાડિયામાં માત્ર 4 રૂપિયા 64 પૈસાનો વધારો થયો છે.


આ દેશોમાં સસ્તું થયું પેટ્રોલ
શ્રીલંકા- પાડોશી દેશ શ્રીલંકામાં પેટ્રોલની કિંમત 4 ઓક્ટોબરે 68.62 રૂપિયા હતી અને 25 ઓક્ટોબરે ઘટીને 68.35 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. એટલે કે અહીં પેટ્રોલ મોંઘુ થવાને બદલે 27 પૈસા સસ્તુ થયું.
નેપાળ- નેપાળની વાત કરીએ તો 4 ઓક્ટોબરે એક લિટર પેટ્રોલની કિંમત 81.51 રૂપિયા હતી અને 25 ઓક્ટોબરે તે ઘટીને 81.28 રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે અહીં પણ પેટ્રોલ સસ્તું થયું.


Dhanteras 2021: ધનતેરસ પર માત્ર 1 રૂપિયામાં ખરીદો સોનાનો સિક્કો! અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ


ભુતાનમાં પણ મોંઘુ થયું પેટ્રોલ
ભૂટાન જેવા ગરીબ દેશમાં પણ 4 ઓક્ટોબરે પેટ્રોલની કિંમત માત્ર 77 રૂપિયા પ્રતિ લીટર હતી. 25 ઓક્ટોબરે અહીં પેટ્રોલ 81.54 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું હતું. એટલે કે 21 દિવસમાં ભૂતાનમાં પેટ્રોલ 4.54 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.


આ દેશોમાં સૌથી સસ્તું પેટ્રોલ
વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 1.49 રૂપિયા પ્રતિ લીટર છે જે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ હતી.
ઈરાનમાં 4 ઓક્ટોબરે એક લિટર પેટ્રોલ 4.46 રૂપિયામાં મળતું હતું, પરંતુ હવે 25 ઓક્ટોબરે તે 3 પૈસા મોંઘુ થઈને 4.49 રૂપિયા થઈ ગયું છે.
અંગોલામાં 4 ઓક્ટોબરે એક લિટર પેટ્રોલની કિંમત માત્ર 17.20 રૂપિયા હતી, પરંતુ 25 ઓક્ટોબરે તે લગભગ 3 રૂપિયા વધીને 20.10 રૂપિયા થઈ ગઈ.
અલ્જીરિયામાં એક લિટર પેટ્રોલ 25.04 રૂપિયા પ્રતિ લિટર હતું. 21 દિવસમાં તે 7 પૈસા મોંઘું થયું અને 25.11 રૂપિયા પર પહોંચી ગયું.
કુવૈતમાં એક લિટર પેટ્રોલની કિંમત 4 ઓક્ટોબરે 25.97 રૂપિયા હતી, તે 21 દિવસમાં વધીને 26.13 રૂપિયા થઈ ગઈ છે.
નાઈજીરિયામાં અહીં 4 ઓક્ટોબરે એક લિટર પેટ્રોલની કિંમત 29.93 રૂપિયા હતી અને 25 ઓક્ટોબરે અહીં 30.14 રૂપિયા પર પહોંચી ગઈ હતી.
તુર્કમેનિસ્તાનમાં 4 ઓક્ટોબરે પેટ્રોલની કિંમત 32.01 રૂપિયા પ્રતિ લિટર હતી, 21 દિવસમાં પેટ્રોલની કિંમતમાં માત્ર 10 પૈસાનો વધારો થયો હતો.
ઇથોપિયામાં 4 ઓક્ટોબરે પેટ્રોલની કિંમત 34.70 રૂપિયા પ્રતિ લિટર હતી, જે 25 ઓક્ટોબરે ઘટીને 34.40 રૂપિયા થઈ ગઈ હતી.
કઝાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ઘટીને 34.74 રૂપિયા થઈ ગઈ છે.
મલેશિયામાં 37.04 પ્રતિ લિટર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube