પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર? જાણો હવે મોંઘુ પડશે કે સસ્તું?
Petrol-Diesel Price: સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 17 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. 17 જૂને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Petrol-Diesel Price: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ અને બ્રેન્ટમાં ઘટાડો થયો હોવા છતાં પણ કિંમત 80 ડોલરની ઉપર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ છતાં સ્થાનિક બજાર પર તેની કોઈ અસર જોવા મળી રહી નથી. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 17 જૂન, 2024 માટે જાહેર કરવામાં આવ્યા છે. 17 જૂને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અહીં તમે તમારા શહેરનું સ્ટેટસ મેળવી શકો છો. જો કે થોડા સમય પહેલા પેટ્રોલ અને ડીઝલના મોરચે સામાન્ય લોકો માટે સારા સમાચાર આપવામાં આવ્યા હતા.
માર્ચમાં થયો હતો ભાવમાં ઘટાડોઃ
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. 14મી માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જો કે ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.
જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઈ 104.21 92.15
કોલકાતા 103.94 90.76
ચેન્નઈ 100.75 92.32
બેંગલુરુ 99.84 85.93
લખનઉ 94.65 87.76
નોએડા 94.83 87.96
ગુરુગ્રામ 95.19 88.05
ચંડીગઢ 94.24 82.40
પટ્ટના 105.18 92.04
OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છોઃ
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.