નવી દિલ્હી: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સમાન્ય માણસો પર વધી રહેલા બોજને અનુલક્ષીને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભલે ઘટોડો કરી રાહત આપી છે. પરંતુ શનિવાર ફરી એકવાર પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ફરી વધારો નોંધાયો છે. દિલ્હી અને મુંબઇમાં શનિવારે પેટ્રોલના ભાવોમાં 18 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 81.68 રૂપિયા પ્રતિ લીટર પર પહોચ્યો છે. જ્યારે ડીઝલમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વધારા બાદ 73.24 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(ફાઇલ તસવીર)


મુંબઇમાં કેવી છે પરિસ્થિતિ 
મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 18 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યાર બાદ પણ પેટ્રોલની કિંમતો 87.15 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે મુંબઇમાં લોકોને ડિઝલમાં રાહત મળી છે. અહિં ડિઝલના ભાવોમાં 70 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. શનિવારે અહિં ડીઝલના ભાવ 76.75 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 


શુક્રવારે આ હતી કિંમત 
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઓછી કરીને દેશની જનતાને પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં થોડી રાહત આપી હતી. દિલ્હીમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ પેટ્રોલની કિંમતો 81.50 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી હતી. જણાવી દઇએ કે દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલની કિંમતો 84 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડિઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.



(ફાઇલ તસવીર)


શુક્રવારે દિલ્હીમાં ડીઝલનો ભાવ 72.95 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આર્થિક રાજધાની મુંબઇમાં પેચ્રોલની કિંમકો લગભગ 3 રૂપિયા ઘટાડવામાં આવ્યો હતો. જેથી શુક્રવારે મુંબઇમાં પેટ્રોલી કિંમતો 86.97 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ડિઝલના ભાવ 77.45 રૂપિયા પ્રતિ લીટર કરી દેવમાં આવ્યા હતા.