નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 8મા દિવસે ગુરૂવારે ઘટ્યા છે. દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલનાબ હાવમાં 0.16 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 0.34 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે બુધવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. મંગળવારે પણ બુધવારે પેટ્રોલનો ભાવ 71.23 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 65.56  રૂપિયા પ્રતિ લીટર હતો.

ભારત માટે એકદમ સારા સમાચાર, આગામી 3 વર્ષ સુધી બની રહેશે સૌથી ઝડપથી વૃદ્ધિવાળી અર્થવ્યવસ્થા


ગુરૂવારે ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ ડીઝલમાં 36 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો. ચેન્નઇમાં ગુરૂવારે પેટ્રોલના ભાવ 73.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 69 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઇમાં પેટ્રોલના ભાવ 76.76 રૂપિયા પ્રતિ લીટર છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ 68.39 રૂપિયા પ્રતિ લીટર છે. 

FY 2018-19 માટે ITR ફાઇલ કરવાની તારીખ વધારવામાં આવી શકે છે, આ રહ્યું કારણ


બજારના જાણકારોનું માનવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી નરમાઇ આવી છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોંટિનેંટલ એક્સચેંજ પર બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેંટ ક્રૂડના ઓગસ્ટ ડિલીવર કોન્ટ્રાક્ટમાં બુધવારે ગત સત્રના મુકાબલે 0.44 ટકાનો ઘટાડા સાથે 61.70 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર રહ્યો હતો.