નવી દિલ્હી: પેટ્રોલના વધતા જતા ભાવે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી (Petroleum Minister Hardeep Sing Puri) એ જણાવ્યું કે જ્યાં સુધી રાજ્ય સરકાર પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવા પર સહમત નહી થાય ત્યાં સુધી પેટ્રોલ સસ્તુ થવાની આશા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલના ભાવ ફટકારી ચૂક્યા છે સદી
ન્યૂઝ એજન્સી PTI ને આપેલા એક ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું કે પશ્વિમ બંગાળ સરકાર તરફથી લગાવવામાં આવનાર ભારે ભરખમ ટેક્સના લીધે રાજ્યમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે. તમને જણાવી દઇએ કે અત્યારે મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલના સદી ફટકારી ચૂક્યા છે. 


રોયયર્સના સમાચાર અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી યથાવત છે. તો બીજી તરફ અમેરિકામાં ક્રૂડ ઓઇલની ઇવેંટરીમાં ભારે ઘટાડો આવ્યો છે. તમને જણાવી દઇએ કે અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભંડાર ઘટીને 3 વર્ષના નીચલા સ્તર પર આવી ગયા છે. 

White House માં PM મોદીએ કહ્યું- કોરોનાકાળમાં અમેરિકાએ સાચા મિત્રની માફક મદદ કરી


હરદીપ સિંહ પુરીએ આપી જાણકારી
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે કેંદ્ર સરકાર પેટ્રોલ પર 32 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ વસૂલે છે. જ્યારે ક્રૂડ ઓઇલ ડોલર પ્રતિ બેરલ હતું  ત્યારે પણ ટેક્સ આટલો જ હતો. જ્યારે હવે ઓઇલના ભાવ 75 રૂપિયા પ્રતિ બેરલ છે ત્યારે પણ આટલો જ ટેક્સ છે. તેમણે જણાવ્યું કે ટેક્સ તરીકે વસૂલવામાં આવેલી રકમથી કેન્દ્ર સરકાર મફત રાશન, ઘર અને ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી રસોઇ ગેસ કનેક્શન આપી રહી છે. આ ઉપરાંત ઘણી બીજી સ્કીમ ખેડૂતો અને સામાન્ય વ્યક્તિઓ માટે ચલાવી રહી છે. 


જાણો કેટલું સસ્તું થશે પેટ્રોલ?
પ્રશ્ન એ છે કે જીએસટીના દાયરામાં આવવાથી પેટ્રોલ કેટલું સસ્તું થશે? એક રિપોર્ટ અનુસાર જો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટીને 75 રૂપિયા સુધી આવી શકે છે. એટલે સામાન્ય જનતાને રાહત મળી શકે છે. 


જીએસટીના દાયરામાં લાવવા પર ચર્ચા
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં લખનઉમાં થયેલી જીએસટી બેઠકમાં પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવા પર ચર્ચાના સમાચાર હતા. કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલ જ નહી, દારૂને પણ જીએસટીના દાયરામાં લાવવા માંગે છે. પરંતુ રાજ્ય સરકરોએ તેના પર લાગનાર ટેક્સમાંથી મોટી આવક હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube