નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ ઓલવવાનું નામ લઇ રહી નથી. સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં સોમવારે 15 પૈસા પ્રતિ લીટરે વધારો તહ્યો. તેનાથી પેટ્રોલના ભાવ 82.06 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલના ભાવ 6 પૈસાના વધારા બાધા 73.78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. સોમવારે આ કિંમત અત્યાર સુધીના ઉંચા સ્તર પર છે. તો બીજી તરફ મુંબઇમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને અડકી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે હતા આ ભાવ
રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. તેનાથી તેની કિંમત 81.91 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઇ હતી. તો રાજધાનીમાં ડીઝલમાં પણ 18 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધીને રવિવારે 73.72 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજધાનીમાં પેટ્રોલના ભાવ 81.63 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો. ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો થયો અને ત્યારબાદ ડીઝલ 73.54 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો. 



મુંબઇમાં 89.44 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું પેટ્રોલ
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં સોમવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો. ત્યારબાદ અહીં પેટ્રોલ 89.44 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. બીજી તરફ ડીઝલના ભાવમાં 7 પૈસાનો વધારો થઇ ગયો, જેથી તેના ભાવ સોમવારે 78.33 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું, તો બીજી તરફ શનિવારે મુંબઇમાં પેટ્રોલના ભાવ 34 પૈસા પ્રતિ લીટરે વધી ગયા. અહીં પેટ્રોલ 89.01 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ 25 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે મુંબઇમાં ડીઝલના ભાવ શનિવારે 78.07 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તર પહોંચી ગયું હતું. 


હજુ વધુ વધવાની આશંકા
વિશેષજ્ઞોનું માનવું છે કે આગામી સમયામાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ વધશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા પાછળ એક મોટું કારણ છે. રૂપિયાના ધટાડાના લીધે ઓઇલ કંપનીઓ સતત ભાવમાં ફેરફાર કરી રહી છે. જોકે કંપનીઓ ડોલરમાં ઓઇલની ચૂકવણી કરે છે, જેના લીધે તેમને પોતાનું માર્જિન પુરૂ કરવા માટે ઓઇલના ભાવ વધારવા પડી રહ્યા છે.